પૃષ્ઠ:Rutugeeto.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
ઋતુ-ગીતો
 

[ એમની સોબત સોહામણી–સરસ લાગે છે, અને ફાગણ માસના (–વસંતનાં) ફૂલ ખીલી ઊઠ્યાં છે, (છતાં) કપટી ગિરધારી કાનજી ગોકુળમાં ન આવ્યા.

ફાગણ ફોરી ઊઠ્યો. હે સુરંગી શ્યામ ! આજ તો અંગ રંગેલ હોય તો જ ઓપે. હે નંદના જાયા ! છેક જ પ્રીતિ ન રહી ? આવો કોપ તે કંસ ઉપર જ કરાય. ભોળી ભામિનીઓ ટોળે વળીને તાનમાં હોળી રમે છે....]

ચૈત્ર

અબળા અરજી આખવે, ખૂબ રાધા મન ખંત;
નેણે ધારા નિરઝરે, ચૈતર લાગ્યો ચંત.

ચૈતરે સામી ! ગરુડગામી ! [૧] અંત્રજામી! આવીએં,
ધરગિરધારણ! કંસ–મારણ ! ધેન–ચારણ ! ધાઈએં !
બળભદ્ર બાળા ! છોગલાળા! વારી કાના [૨]વાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.

[ અબળા અરજી કરે છે. રાધાના મનમાં ખૂબ ખાંત છે, નયને અશ્રુધારા ઝરે છે. ચૈત્ર માસ એવો ચિત્તમાં લાગ્યો છે.

ચૈત્રમાં હે સ્વામી ! હે ગરુડ પર ચડનાર! હે અંતર્યામી ! આવો હે (ગોવર્ધન) પર્વતને ધરનારા ! કંસને મારનારા ! ધેનુ (ગાયો) ચારનારા ! હવે ધાજો. હે બળરામના બાળા (નાનેરા) ભાઈ! હે (મોરપિચ્છના) છોગાવાળા ! તમારા (શ્યામ) વર્ણ પર હું વારી જાઉં છું......]


  1. અંતર્યામી. (ચારણો શબ્દોને કેવી રીતે ટુંકાવે છે તેનો નમૂનો)
  2. વર્ણ, રંગ.