પૃષ્ઠ:Rutugeeto.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૧
 

વૈશાખ

અઢાર[૧] ભારે એકઠાં, પ્રભુ ! આંબા વનપાક;
કોયલ કીલોળા કરે, શો ફળિયો વૈશાખ !

વૈશાખ વળિયો, ફૂલ ફળિયો, અંબ બળિયો આવિયો,
નરખંત નીતિ, રાજ રીતિ, ગોપ ગીતિ ગાવિયો;
મનમેં મધુરો, પ્રેમ પૂરો, ગાય ભૂરો ગ્યાનમેં,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી! કહે રાધા કાનને.

[ અઢાર પ્રકારની વનસ્પતિ એકઠી થઈ છે. હે પ્રભુ ! વનના આંબા પાક્યા છે. કોયલ કિલ્લોલ કરે છે. વૈશાખ કેવો ફાલ્યો છે !

વૈશાખ વળ્યો, ફૂલડે ફાલ્યો, અઢળક આંબા આવ્યા. ગોવાળો ને ગોવાળણો ગીતો ગાય છે. મનમાં મધુર પ્રેમથી ભરપૂર ભૂરો કવિ જ્ઞાનદૃષ્ટિએ ગાય છે…………]


🟊


  1. ૧. સમગ્ર વનસ્પતિને ‘અઢાર ભાર’ કહેવામાં આવે છે.