પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૩
 


ધર આષાઢ ધડૂકિયો, મોરે કિયો મલાર;
રાધા માધા સંભરે, જદુપતિ જગ-ભડથાર.
ખળહળ વાદળિયાં વચે, વીયળિયાં વ્રળકંત;
રાધા માધા કંથ વણ, [૧]ખણ નવ રિયણ ખસંત.

[ હે સરસ્વતી ! મને સુબુદ્ધિ દે. હે ગણપતિ ! તમારે પાયે નમું છું. તમારી કૃપાથી હું રાધા–માધવની ઋતુઓનાં ગાન કરું છું.

ધરતી ઉપર આષાઢ માસની મેઘ–ગર્જના થાય છે. મોરલા મલાર રાગ ગાવા લાગ્યા છે. એ વખતે રાધાજીને માધવ સાંભરે છે, યદુપતિ પ્રભુ યાદ આવે છે.

ઘમસાણ બોલાવતી વાદળીઓની વચ્ચે વીજળી ઝબૂકે છે. એ વખતે ઓ માધવ ! રાધાજી એના કંથ વગર ક્ષણ પણ અળગાં નથી રહી શકતાં...........]

[ગજગતિ છંદ]

વ્રજ વહીં આવણાં જી કે વંસ વજાવણાં;
પ્યાસ બુઝાવણાં જી કે રાસ રમાવણાં.

રંગ રાસ [૨]રત ખટ માસ રમણાં! પિયા પ્યાસ બુઝાવણાં !
આષાઢ ઝરણાં ઝરે અંબર, તપે તન [૩]તરણી તણાં
વિરહણી નેણાં વહે [૪]વરણાં, [૫]ગિયણ વિરહી ગાવણાં!
[૬]આખંત રાધા, નેહ બાધા! વ્રજજ માધા આવણાં !
જી! વ્રજજ માધા આવણાં !

[ હે પ્રભુજી ! વ્રજમાં આવો અને બંસરી બજાવો ! મારી પ્યાસ બુઝાવો અને રાસ રમાડો ! છયે ઋતુના રંગને ઓપતા રાસ


  1. ક્ષણ.
  2. ખટ (છ) ઋતુ.
  3. તરુણી.
  4. વારિ (પાણી).
  5. ગીત.
  6. કહે છે.