પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૫
 


ભાદરવો

ભાદ્રવ સર ભરે જી કે અત નત ઉભરે;
[૧]શ્રીરંગ સંભરે જી કે વિરહી વિસ્તરે.

વિસ્તરે ઉર વચ વિરહ–વેલી, શોક ગોકુળ વન સહી,
ધન્ય ધન્ય તારી પ્રીત ગિરધર ! ગોપ [૨]તજ કુબજા ગ્રહી;
પંથ પેખ થાકાં નયન દનદન, વચન જલમ નભાવણાં !
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જી વ્રજ્જ માધા આવણાં !

[ભાદરવાની વૃષ્ટિ વડે સરોવરો ભરાઈ ગયાં છે–અરે, છલકાઈ ગયાં છે. એવા રમ્ય સમયે મને શ્રીરંગ પ્રભુ સાંભરે છે. મારા ઉરમાં વિરહની વેલી જાણે કે પથરાય છે. ગોકુળના વનમાં શોક પ્રસર્યો છે. પરંતુ હે ગિરધારી! તારી પ્રીતિને તો ધન્ય છે, કે તેં સુંદર ગોપીઓને તજીને પણ કુરૂપ કુબજાજી ઉપર સ્નેહ ઢોળ્યો. હવે તો દિવસ પછી દિવસ માર્ગે નજર માંડી માંડીને નયનો થાકી ગયાં છે. હવે તો તારું વચન પાળજે. રાધા કહાવે છે કે હે માધવ! હવે તો વ્રજમાં આવજે !)

આસો

આસો અવધીઆ જી કે આશા વદ્ધિયા;
થે નવ નદ્ધિયા જી કે આવ્ય અવદ્ધિયા.

આવિયા આસો અવધ આવી, સરવ [૩]નવનધ સાંપજી
ઉતરે શરદ હેમંત આવી, પ્રભુ નાયા પિયુજી;


  1. પ્રભુનું નામ.
  2. તજીને.
  3. આ માસમાં નવ પ્રકારનાં નવાં ધાન્ય પાકે છે.