પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
ઋતુ-ગીતો
 

જળ કમળ છાયાં નંદજાયા ! ભાવનંદન [૧]ભામણાં !
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આલણાં !
જી ! વ્રજ્જ માધા આવણાં !

[આ તો એમ કરતાં કરતાં આસો માસની તારી અવધિ પૂરી થઈ, ને મારી આશા પણ વધવા માંડી. નવે નિધિની સંપત્તિ પાકી ગઈ છે. શરદ પણ ઊતરી, હેમન્ત ઋતુ બેઠી. તોયે પ્રિયતમ પ્રભુ ન જ આવ્યા. હે નંદના જાયા ! એ ભાવનંદન ! તમારાં વારણાં લઉં છું. આ હેમન્તમાં જળ ઉપર કમળ છવાઈ ગયાં છે. હે નંદન ! હવે તો તારો ભાવ દાખવ. હે માધવ ! વ્રજમાં આવો ! આવો ! ]

કાર્તિક

અંબર [૨]આડડે જી કે હોય [૩]પ્રબ [૪]હોડડે,
તોરણ [૫]ટોડડે જી કે [૬]કાતી કોડડે.

કોડડે ઘર ઘર [૭]પ્રબ્બ કાતી, દીપ મંદર દીજીએં,
કર મીર સીંદૂર ફોર કેસર, કુંવર ધમ્મળ કીજીએં;
હોળકા લાગી ફેર વ્રજ હર, સામ તપત સમાવણાં !
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જી ! વ્રજ્જ માધા આવણાં !

[ રે ! આ તો અંબરના સાળુ ઓઢી ઓઢીને સ્ત્રીઓ હોંશથી હોડ (સ્પર્ધા) કરી કરીને પર્વ ઊજવી રહી છે. ઘરને ટોડલે તોરણો બંધાયાં છે. એવો કોડ ભર્યો કાર્તિક માસ આવ્યો છે.

ઘેર ઘેર કોડે કોડે કાર્તિકનાં પર્વ ઉજવાય છે. મંદિરોમાં દીપક ઝળહળે છે. મસ્તક પર સિંદૂરના તિલક કરે છે. કેસરની

ફોરમ છૂટે છે.


  1. વારણાં.
  2. ઓઢે છે.
  3. પરબ (પૂર્વ).
  4. હોડ (હરીફાઈ) કરીને.
  5. ઘરનો ટોડલો
  6. કાર્તિક.
  7. પરબ (પર્વ)