પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૭
 


આમ બીજાને તો કાર્તિક છે. ત્યારે આંહીં વ્રજમાં તો હે હરિ ! અમારે ફાગણની હોળી લાગી છે. માટે હે સ્વામી ! આ ઉત્તાપ શમાવો. આવો જી આવો ! ]

માગશર

માગસ મંદમેં જી કે આરત અંદમેં;
વામા વૃંદમેં જી કે રત રાજંદમેં.

રાજંદ માગસ મંદમેં રત, અતિ આરત અંદમેં;
[૧]દસ દખણ તજિયા ઉત્તર દણિયર, વમળ પ્રીતશું વંદમેં;
[૨]મૃગશાખ કળ ધ્રૂજતે બળવત, હેમ દળ વિહામણાં.
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જી ! વ્રજ્જ માધા આવણાં

[ આ કડીનો અર્થ સમજાતો નથી. ]

પોષ

પોસ પ્રગટ્ટિયા જી કે પવન પલટ્ટિયા;
વન [૩]ગહટ્ટિયા જી કે હેમ ઉલટ્ટિયા.

ઉલટે ઓતર પોસ આયા, કામ પ્રગટે કામણી,
પય ઘટે નસ વા થટે ઉપટે, [૪]ત્રટે છાંયા વન તણી;


  1. દક્ષિણ દિશા તજીને સૂર્ય ઉત્તરે ગયો. એટલે કે ઉત્તરાયન થયા. (દણિયર : સૂર્ય. મૂળ ‘દિનકર’ શબ્દ પરથી અપભ્રંશ થયેલ હશે.)
  2. મૃગશીર્ષ નક્ષત્ર.
  3. ગહટ્ટવું: ઘટવું
  4. ત્રૂટે.