પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
ઋતુ-ગીતો
 

જોબન્ન ઉવરત, તપે કુપ-જળ, પંડળ દળ ઓપાવણાં
આખંત રાધા, નેહ બાધા ! વ્રjજ માધા આવણાં !
જીય વ્રjજ માધા આવણાં!

[ પોષ મહિનો પ્રકટ થયો, ને પવનની દિશા પલટી. વનની ઘટા ઘટી ગઈ, હેમન્ત ઋતુ ઉલટાઈ ગઈ (ને શિશિર બેઠી.)

ઉલટાઈને પોષ આવ્યો. કામિનીને કામ પ્રકટે છે. પાણી ઘટે છે. વા (પવન) ઝપાટા ખાય છે. વનની છાંયા (પાંદડાં ખરીને) ત્રુટી જાય છે. યૌવન ઊછળે છે. કૂવાનાં પાણી ગરમ થાય છે, પુંડરીક (કમળ) ફૂલોની પાંખડીઓ ઓપાવનાર હે માધવ ! હવે આવો ! વ્રજમાં આવો ! એમ રાધા કહે છે. ]

માહ

માહ ઉમાહિયા જી કે જમના જાહિયા;
પાપ પળાહિયા જી કે નતપત નાહિયા.

નર નાર નાહે માસ માહે, પાપ જાહે પંડરા,
થર ધરમ થાહે [૧]ગ્રેહ ગ્રાહે, ખંત જળ નવખંડરા;
[૨]રીયો ન જાહે વ્રજ્જ માંહે, રાત [૩]ધાહે જોરણા,
આખંત રાધા, નેહ બાધા ! વ્રજજ માધા આવણાં !
જીય વ્રજ્જ માધા આવણાં !


  1. ‘ગૃહે ગૃહે’ અથવા ‘ગેહે ગેહે’ માંથી ‘ગ્રેહ ગ્રા(ગ્રે)હે’ સુધી રૂપાન્તર થયું ગણીએ તો જ એનો અર્થ ‘ઘેરે ઘેરે’ થાય.
  2. રહ્યું ન જાય.
  3. ધાએ. (‘એ’અથવા ‘વે’ નો ‘હે’ કરી નાખેલ છેઃ જુઓ નાહે (નહાયે), જાહે (જાયે) વગેરે.)