પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૧૯
 

[ માહ માસ ઊમટ્યો. (લોકો) જમનામાં (નાહવા) જાય છે, પાપનું નિવારણ કરે છે, નિત્ય નિત્ય નહાય છે.

માહ માસમાં નર અને નારીઓ નહાય છે, પંડનાં (દેહનાં) પાપ જાય છે, ઘેર ઘેર સ્થિર ધર્મ થાય છે...........વ્રજમાં (તો હવે) રહ્યું જાતું નથી, રાત્રિ જોરથી (ખાવા) ધાય છે. માટે...............]

ફાગણ

અંબા મોરિયા જી કે કેસુ કોરિયા;
ચિત્ત ચકોરિયા જી ફાગણ ફોરિયા.

ફોરિયા ફાગણ પવન ફરફર, મહુ અંબા મોરિયા,
ઘણ રાગ ઘર ઘર ફાગ ગાવે, ઝટે [૧]૫વ્વન જોરિયા;
ગલ્લાલ ઝોળી, રમત હોળી, રંગ ગોપ રમાવણાં!
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જીય વ્રજ્જ માધા આવણાં!

[આંબા મોર્યા છે; કેસૂડાં કોળ્યાં છે; ચિત્ત અમારાં ચંચળ બન્યાં છે; એવો ફાગણ ફોરી રહ્યો છે

ફાગણ ફોરી ઊઠ્યો છે; પવન ફરુકે છે; મહુડાં અને આંબા મહોર્યાં છે; ઘેર ઘેર ઘણે રાગે હોળી (વસંતોત્સવ)ના ફાગ ગવાય છે; પવન જોરથી ઝપાટા મારે છે; ઝોળીઓમાં ગુલાલ ભરીને હોળી રમાય છે. હે ગોપ લોકોને રંગે રમાડણહાર ! રાધા કહે છે કે હે

સ્નેહમાં બંધાયેલા માધવ ! વ્રજમાં આવો ! ]


  1. પવન : ચારણી કાવ્યમાં અક્ષરને બેવડો કરી લેવામાં આવે છે? જુઓ-વ્રજ્જ.