પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૨૧
 


વાહરા વંજન વધે વામા, ઝળત અંગ નહાવણાં !
આખંત રાધા, નેહ બાધા! વ્રજજ માધા આવણાં !
જીય વ્રજજ માધા આવણાં!

[ વૈશાખ માસના વાયરા અંગને અકારા લાગે છે. ચોસરા ચંદનનાં ને કેસરનાં લેપન થાય છે
કેસરનું લેપન તે કપાળે ‘આડ્ય’ પૂરતું જ કરાય છે. અને ચંદનના લેપ ચોસરા લગાવાય છે રાજકુંવરીઓ કુંકુમનાં મંજન લગાવે છે. ગુલાબનાં ફૂલેો બહેક બહેક થાય છે. વામાઓ (સ્ત્રી) પંખા વતી વાયુ ઢોળે છે. હે જલતાં અંગોને નવરાવનારા ! રાધા કહે છે કે...]
જેઠ



પાળા[૧]પ્રબ્બળા જી કે ઊગળ, ઉજળા;
[૨]તળસી વ્રત્તળા જી કે જેઠે વ્રજજળા.

જગ જેઠ જેઠેં ગ્રંભીએ જળ, વળે વાદળ ચોવળાં,
[૩]ગોમ વળકળ[૪]વોમ[૫]ગ્રીખમ, સુરત પ્રબ્બળ સાંવળા !

સર વાસ સૂકા માસ લૂકા, [૬]સઘણ ઘણ વરસાવણા!
 આખંત રાધા, નેહ બાધા, વ્રજજ માધા આવણાં!
જીય વ્રજજ માધા આવણાં!

[ જેઠ માસમાં પાણી ગરંભાઈ જાય છે, ચાર પડોવાળાં વાદળાં પાછાં વળે છે. પૃથ્વી વ્યાકુળ થાય છે. વ્યોમ (આકાશ) ગરમ
  1. ૧. પર્વ.
  2. ૨. તુલસીવ્રત (સ્ત્રીઓ કરે છે).
  3. ૩. પૃથ્વી.
  4. ૪. વ્યોમ.
  5. ૫. ગ્રીષ્મ (ગરમ).
  6. ૬. સઘન ઘનઃ ઘેરો વરસાદ.