પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
ઋતુ-ગીતો
 

થાય છે. કામ પ્રબળ બને છે. હે સાંવરા ! સરોવર સૂકાય છે. લૂ વાય છે. હે ભરપૂર વૃષ્ટિ વરસાવનારા ! રાધા કહે છે કે...]

અધિક માસ

અદ્ક આવિયા જી કે ભામન ભાવિયા;
વ્રજ્જ વધાવિયા જી કે મંગળ ગાવિયા.

ગાવિયા મંગળ ગીત ગૃહ ગૃહ, ધરણ જગત સોહાવિયા,
ઓપાવિયા શુભ મ્હેલ ઉજવળ, ફેર ગોકુળ ફાવિયા;
રણછોડ રાધા નેહ બાધા, ભણે જીવણ ભાવણા,
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણા !
જીય વ્રજ્જ માધા આવણા !

[ અધિક માસ આવ્યો. ભામિનીને મન ભાવ્યો. વ્રજમાં (પ્રભુને) વધાવ્યા. મંગળગીતો ગાયાં.

ગૃહે ગૃહે મંગળગીતો ગાયાં. જગતમાં શોભા કરી. મહેલને તમે સોહાવ્યો. હે રણછોડ રાધા ! હે સ્નેહમાં બંધાયેલા ! જીવણ (રોહડિયો) કહે છે કે............]


🙖