પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ગોકુળ આવો ગિરધારી


[ રાધાકૃષ્ણની બારમાસીનો આ તદ્દન આધુનિક છંદ લઈએ. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળસીભાઈ પાતાભાઈએ એ રચેલો છે. એમાં પણ ઝડઝમક, શબ્દ-ક્લા અને પ્રાસાનુપ્રાસ પ્રધાન પદે છે. ભાષામાં ડિંગળી તત્ત્વની ગ્રામ્ય સ્વાભાવિકતા ઘટીને હિન્દી અને વ્રજની આડમ્બરી ભભક ભળે છે. એમાં સોરઠી વાતાવરણની છાંટ નથી, ઋતુનાં વિશિષ્ટ લક્ષણો આલેખાયાં નથી, કોઈ નવી કલ્પના કે નવી ચમત્કૃતિ ફૂટતી નથી. આરંભ પણ કાર્તિકથી થાય છે.]

યાદ કરે સહુ આપને, ખૂબ કરી લ્યો ખ્યાલ;
અહીંઆ વેલા આવજો ! ગિરધારી ગોપાલ.

[ છંદ ત્રિભંગી ]

કહું માસં કાતી, તિય મદમાતી,
દીપ લગાતી, રંગ રાતી,
મંદિર મેહલાતી, સબે સુહાતી,
મેં ડર ખાતી, ઝઝકાંતી;
બિરહેં જલ જાતી, નીંદ ન આતી,
લખી ન પાતી મોરારી !