પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૨૫
 

મનમથ મુરઝાઈ, રહ્યો ન જાઈ,
વ્રજ દુઃખદાઇ વરતાઈ;
શું કહું સમજાઈ વેદ વતાઈ,
નહિ જુદાઈ નરનારી !
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[ પોષે પસ્તાઈ છું. શિશિર ઋતુ સોહે છે. થંડી લાગે છે. સ્નેહ મૂંઝવે છે. રહેવાતું નથી. વ્રજ દુઃખદાયક દેખાય છે. હું શું સમજાવું ? આ ઋતુમાં તો નર ને નારી જુદાં ન જ પડે...]

માહ

મા મહિના આયે, લગન લખાયે,
મંગલ ગાયે રંગ છાયે,
બહુ રેન બઢાયે, દિવસ ઘટાયે,
કપટ કહાયે વરતાયે;
વ્રજકી વનરાયે, ખાવા ધાયે,
વાત ન જાયે વિસ્તારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[ માહ મહિનો આવ્યો. લગ્ન લખાય છે. મંગળગીતો ગવાય છે. રંગ રાગ છવાય છે. તમે રાત્રિ લંબાવી છે, દિવસ ટુંકાવ્યા છે. તમે કપટી કહેવાયા છો, તે આ રીતે બતાવી આપ્યું છે. વ્રજની વનરાઈઓ મને ખાવા ધાય છે. એ વાત વિસરી જાય તેવી નથી.]