પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
ઋતુ-ગીતો
 


ફાગણ

ફાગુન પ્રકુલિતં, બેલ લલિતં,
કીર કલિતં કોકિલં,
ગાવત રસગીતં, વસંત વજીતં,
દન દરસીતં દુખ દિલં;
પહેલી કર પ્રીતં, કરત કરીતં,
નાથ ! અનીતં નહિ સારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[ ફાગણ પ્રફુલ્લિત બન્યો; લલિત વેલડીઓ ચડી; પોપટ ને કોયલો કિલકિલાટ કરે છે. રસગીતો ગાય છે. પરંતુ આ દિવસો મારા દિલમાં દુઃખમય દેખાય છે, પહેલી પ્રીત કરીને પછી આવી કુરીતિ કરો છો, તો હે નાથ ! અનીતિ નહિ સારી...]

ચૈત્ર

મન ચૈતર માસં, અધિક ઉદાસં,
પતિ પ્રવાસં નહિ પાયે,
બન બને બિકાસં, પ્રગટ પળાસં,
અંબ ફળાસં ફળ આયે;
સ્વામી સેહબાસં, દિયે દિલાસં,
હિયે હુલાસં કુબજારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !