પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૨૭
 


[ચૈત્ર માસમાં મન અધિક ઉદાસ છે. કેમ કે પતિ પ્રવાસમાંથી પાછા ન આવ્યા. વને વન વિકસ્યાં. આંબાને ફૂલ આવ્યાં. હે સ્વામી ! તમને શાબાશ છે. દિલાસો દઈ ગયા, પણ તમારા હૈયામાં તો કુબજા પર જ ઉલ્લાસ છે.]

વૈશાખ

વૈશાખે વદ્દળ, પવન અપ્રબ્બળ,
અનળ પ્રગટ થળ તપતિ અતિ,
સોહત કુસુમાવળ, ચંદન શીતળ,
હુઈ નદિયાં જળ મંદ ગતિ;
કીનો હમસેં છળ, આપ અકળ કળ,
નહિ અબળા બળ બતવારી;
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[ વૈશાખમાં આકાશે સખ્ત પવન વાય છે, અગ્નિ પ્રગટ્યો છે, પૃથ્વી અત્યંત તપે છે. ફૂલોની માળા ને શીતળ ચંદન પ્રિય લાગે છે. નદીના પ્રવાહની ગતિ ધીમી પડી છે. આ ઋતુમાં તમે મારાથી છળ કર્યું છે. તમારી કળા અકળ છે. પરંતુ અબળાને બળ બતાવવાનું શું હોય ?]

જેઠ

જેઠે જગજીવન ! સૂકે બન બન,
ઘોર ગગન ઘન ચઢત ઘટા,
ભાવત નહિ ભોજન, જાત બરસ દન,
કરત ત્રિયા તન કામ કટા;