પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ઋતુ-ગીતો
 

તલફત બ્રજકે જન, નાથ નિરંજન,
દિયા ન દરશન દિલ ધારી;
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[હે જગજીવન ! જેઠમાં વનેવન સુકાય છે. ગગનમાં ઘોર ઘનઘટા ચડે છે. ભોજન ભાવતું નથી. વરસ વરસ જેવડો દિવસ જાય છે. સ્ત્રીના શરીરને કામદેવ કાપે છે. વ્રજનાં જનો તરફડે છે. હે નિરંજન નાથ ! તમે તો દર્શન જ ન દીધાં.].

આષાઢ

આષાઢ ઉચાર, મેઘ મલારં,
બની બહારં જલધારં,
દાદુર ડકારં, મયૂર પુકારં,
તડિતા તાર વિસ્તારં;
નાં લહી સંભારં, પ્યાસ અપારં,
નંદકુમારં નિરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[ આષાઢમાં મેઘમલાર રાગ ગવાય છે. જળવૃષ્ટિઓની શોભા બની છે. દેડકાં ડકાર કરે છે. મોરલા પુકાર કરે છે. વીજળી વિસ્તારથી ચમકે છે. પરંતુ તમે મારી સંભાળ ન લીધી. નંદકુંવરને નીરખવાની તૃષા મને અત્યંત છે...]

શ્રાવણ

શ્રાવન જલ બરસે, સુંદર સરસે,
બદ્દલ ભરસે અંબરસેં,