પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ઋતુ-ગીતો
 

તમે મને વીસરી ગયા. મારું કામ સર્યું નહિ, મન ઠર્યું નહિ. હું હારી ગઇ.]

આસો

આસો મહિનારી, આશ વધારી,
દન દશરારી દરશારી,
નવ નિધિ નિહારી, ચઢી અટારી,
વાટ સંભારી મથુરારી;
બ્રખુભાન–દુલારી, કહત પુકારી,
તમે થિયા રી તકરારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[આસો મહિના સુધી મેં આશા વધારી. દશેરાના દિવસ પણ દેખાયા. નવે નિધિનાં અન્ન પાકી ગયાં તે જોતી, અટારીએ ચડીને હું મથુરાના માર્ગ તપાસું છું. ભ્રખુભાણની દીકરી પિકારીને કહે છે કે અરેરે! તમે આવા તકરારી કાં થયા?]

[ છપ્પય ]

ગિરધારી ગોપાલ ગરુડગામી[૧]ગુણગ્રાગી!
રાસરમાવણ રંગ રસિક રણજીતણ રાગી !
આપ વિના આનંદ કેમ ગોકુલમાં આવે,
વનિતાઓનાં વૃંદ ગીત ગોવિંદ ન ગાવે.
કલ્પાંત કરી રાધે કહે, અરજ સુણી ઘર આવજો !
તપધારી સ્વામી પીંગલતણા ! લાલ દયા મન લાવજો !


  1. ૧ ગુણગ્રાહક.