પૃષ્ઠ:Rutugeeto.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
ઋતુ-ગીતો
 



આસાઢ આયા, મન ભાયા, રંક રાયા રાજીએ,
કામની નીલા પેર્ય કચવા, સઘણરા દન સાજીએ;
મગ વરણ ધરતી, તરણ મેંમત, [૧]કોયણ [૨]ઉગાવો કરે;
જસ લિયણ [૩]તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
જીય ! સતન વીસળ સંભરે.
મુને સતન વીસળ સંભરે.

[ગિરિવરો ઉપર મોરલા ટહુકે છે; આકાશમાં મેઘાડમ્બરના સાજ સજાય છે; હે જાંબુ ગામના રાજા ! આ ધરતી ઉપર આષાઢની ઋતુ આવી.

એવો આષાઢ આવ્યો, મનમાં ભાવ્યો. રંક રાજા તમામ રાજી થયા. કામિનીઓએ એ વરસાદના દિવસોમાં લીલા કચવા પહેરીને શણગાર સજ્યા છે. ધરતીનો રંગ મગ સરીખો લીલો થઈ ગયો છે. તૃણ બધે છવાઈ જાય છે. કણના છોડ ઊગેલા છે. આવી ઋતુમાં મને એ જશ લેનાર, માલા જામનો સુત વીસળ સાંભરે છે.]

શ્રાવણ

શવ પૂજા ઘસીએ ચંદણ,
જપે જાપ [૪]વ્રપ જોય;
કેસરરી આડ લલાટ કર,
શ્રાવણરા દન સોય.

છલત શ્રાવણ, મલત છાયા, વલત લીલી વેલડી,
બાપયા બેલત, મોર બનવા, ધ્યાન રાખત ઢેલડી;


  1. ૧. કણ
  2. ૨. 'ઉગાવો' ઊગવું પરથી નામ
  3. ૩. તણ=તે
  4. ૪ વિપ્ર.