પૃષ્ઠ:Rutugeeto.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
ઋતુ-ગીતો
 


છલકંત નદીઆં, ભર્યાં સરવર, ઝરે ગરવર જળ ઝરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.

[આજ તો દૂધમલીઆં (નવાં) ડૂડાંનો ડમ્મર વાગી રહ્યો છે. ડૂડાંનાં જૂથ જામ્યાં છે. કાગડા ને બગલાં કૈલાસ ગયાં છે. ચારે દિશામાં વીજળી ચમકી રહી છે. એવો ભાદરવો માસ આવ્યો.

પાણીમાં ભરપૂર બનેલો એવો ભાદરવો આવ્યો છે, અનેક પચરંગી વાદળાં આકાશમાં ચાલ્યાં જાય છે. આકાશ ગાજી રહ્યું છે. ઉત્તર દિશાનાં શિખરો શ્યામરંગી બની ગયાં છે. નદીઓ છલકી ઉઠી છે. સરોવરો ભરાઈ ગયાં છે. ગિરિવરોમાંથી પાણી ઝરે છે. એવે કાળે મને વીસળ યાદ આવે છે.]

આસો

નવનધ પાકે[૧]દન નવા
[૨]વ્રખા સોંત વ્રપન્ત,
છીપે મેતી સંચરે
[૩]ચંચળે નવે ચડન્ત

અણ રત્ત આસો, મેઘ નાસો, શત સાસો સેવીયં,
ભર ભોગ લેવા કાજ ભભક્ત દૂત દાડમ દેવીયં;
નોરતાં દિવાળી તેણે દન વખત રોઝી વાપરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.


  1. ૧. આસો માસમાં દિવાળી પહેલાંના દિવસેને ‘નવા દી’ કહેવાય છે.
  2. ૨. સ્વાતી નક્ષત્રની વૃષ્ટિનાં બિંદુઓ સમુદ્રની ઉઘાડી છીપોમાં પડે તો માતી બંધાય એવી માન્યતા છે. વ્રખા=વરખા [વર્ષા].
  3. 3. વિજયાદશમી (દશેરા)ને દિવસે ક્ષત્રિ-પુત્રો નવાં ઘોડા પર સવારી કરી ઘોડદોડ રમતા.