પૃષ્ઠ:Rutugeeto.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૩૫
 


[આસો મહિનામાં નવે જાતની નિધિઓ પાકીને તૈયાર થાય છે; ‘નવા દિવસો’ આવે છે; વર્ષા સ્વાતી નક્ષત્રને વરસાવે છે; એ ધારાઓ વડે છીપોમાં મોતી બાઝે છે: અને સુભટ નવા નવા ઘોડા પર સવારી કરે છે: તે આસો માસ આવ્યો.

આસો માસની આવી ઋતુ મંડાઈ ગઈ છે. વરસાદ નાસી ગયો છે. લોકો શક્તિઓનાં આરાધન કરે છે. યમદૂતો, દાડમો નામનો દૈત્ય અને દેવીઓ ભોગ ભરખવા નીકળી પડ્યાં છે. એ નવરાત્રિઓ અને દિવાળીના દિવસોમાં લોકો કંસાર જમે છે. એ સમયે નિહાળીને મને મારો મિત્ર સાંભરે છે. ]

કાર્તિક

રાગ ઝરક્કા નત રહે;
[૧]સેણાં વેણાં સુવાસ,
આપવૃતિ સબ આતમા,
મેંમેત કાતી માસ.

[૨]કવળાસ કાતી, મદ્દ ભાતી, જગત જાતી જીમીએ,
[૩]પ્રસનાર નાતી, કરત પૂજા, ઠેઠ જમના ધ્રમ થીએ;
[૪]હીંગોળ ચરણં ધ્યાન ધરણં, અધમ આતમ ઓધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[આ તો એ કાર્તિક માસ આવ્યો; જે માસમાં નિત્ય નિત્ય

ગાન, તાન અને વાજિંંત્રના નાદ મચે છે, સ્વજનોનાં વેણ મધુર લાગે છે, ને આત્મા આત્મવૃત્તિ અનુભવે છે. એ મહિમાવંત કાર્તિક માસ આવ્યો.


  1. ૧. સેણાં – સ્વજને
  2. ૨. કવળાસ: [કૈલાસ પરથી વિશેષણ ]ઠંડો
  3. ૩. પુરુષ અને નારીઓ
  4. ૪. હીંગળાજ દેવીનું સ્થાનક સિંધમાં છે.