પૃષ્ઠ:Rutugeeto.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૩૭
 

પ્રાપ્તિ થાય છે. ઘોડાઓ પર જીન અને મર્દો પર બખ્તર કસાય છે. વેર રાખનારાઓ મનમાં ડરે છે. આવા માગસર મહિનામાં મને વીસળ સાંભરે છે.]

પોષ

[૧]ચોરસ દારૂ ફૂલ સરે,
ગળે કસુંબા ગોસ;
હેમંત રત ટાઢી હવા,
પ્રિયા ત્રિયા રંગ પોસ.

અત પોસ [૨]આમત, નીર જામત, ભવન પ્રામત ભલભલા,
મદમસ્ત હસ્તી, [૩]કલા મેંમત, ત્રિયા મદછક દે ટલા;
અંગ ભૂપ ડટવા, [૪]પટુ ઓઢત, જઠર અગની અંગ ઝરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[(આ પોષ આવ્યો) હવે શ્રેષ્ઠ ચોવડીએ દારૂ પીવાય છે. (મહેફિલોમાં) કસુંબા ગળાય છે અને માંસનાં ભોજનો ચાલે છે. આ હેમન્ત ઋતુની થંડી હવાને લીધે ત્રિયાઓ (સ્ત્રીઓ) પ્રિય લાગે છે. એવો પોષ માસનો રંગ છે.

એવો પોષ આવ્યો. પાણી થીજી ગયાં. ભલભલા શૂરવીરો પણ ઘેર પહોંચી જાય છે. હાથીઓ અને ઊટોં ગાંડાં બને છે. સ્ત્રીઓ મદથી છકીને આંટા મારે છે. ભૂપતિઓ અંગે ગરમ કપડાં ઓઢે છે. સહુના જઠરમાં ક્ષુધાનો અગ્નિ સતેજ થાય છે. એ વખતે મને વીસળ સાંભરે છે. ]


  1. ચોવડીઓ (શ્રેષ્ઠ પ્રકારનો)
  2. ‘આવત’ નું ‘આમત’ પ્રાસાનુપ્રાસ ખાતર કર્યું.
  3. કચ્છી ભાષાના શબ્દ ‘કરલા’ પરથી ટુંકાવીને ‘ક્રલા’ કરેલ જણાય છે.
  4. ડટવા પટુ =ધેટાની ઊનનું ગરમ કપડું.