પૃષ્ઠ:Rutugeeto.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૩૯
 



કરતાર કનવા, બેશ બનવા, ગીત ગોપી ગાવીયં,
ચમ્મેલ મોગર જાઈ ચંપા, ફૂલ ગજરા ફાવીયં;
અંતર અબીલ ગુલાલ ઊડત, ધૂંધળો અંબર ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.

[ફાગણ આવ્યો. ફૂલે ખીલવાથી ભમરા ગુંજારવ કરી રહ્યા છે. અઢારે ભાર વનસ્પતિ ઓપી રહી છે. અને એ વસંત ઋતુમાં પ્રભુ શામળોજી સોળસો ગોપીઓ વચ્ચે રાસ રમી રહ્યો છે.

એ કનૈયા કિરતારે સુંદર વેશ સજ્યો છે. ગોપીઓ ગીત ગાઈ રહી છે. ચમેલી, મોગરો, જાઈ, ચંપા વગેરે ફૂલોના ગજરા શોભે છે. અત્તર, અબીલ, ગુલાલ વગેરે ઊડી રહ્યાં છે. એ બધાં એટલાં બધાં ઊડે છે કે આકાશ ધુંધળું થઈ ગયું. એ જોઈ વીસળ સાંભરે છે. ]

ચેત્ર

પ્રહટે જળ, બાંધે પરબ,
નૂર હટે જળ નેત્ર,
[૧]વળે ફળે વન વેલડી
સાવ સકોડો ચિત્ર.

ચૈતરં મહિને ધરત શોભા, અચળ ચહરં અંબરં,
ઘૂંટન્ત [૨]વજિયા અમલ ઘાટાં, ચડતે [૩]ગળતી શિવસર;


  1. લોકોકિત તો એવી છે કે ‘વૈશાખે વન વળે;’ પરંતુ ચૈત્રથી જ વનસ્પતિ કોળવા લાગે છે.
  2. ભાંગ
  3. શિવલિંગ પર, તળીએ છિદ્ર પાડેલું વાસણ ભરીને લટકાવવામાં આવે છે, તેમાંથી પાણીનાં ટીપાં લિંગ પર પડે છે.