પૃષ્ઠ:Rutugeeto.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ઋતુ-ગીતો
 


શરદ

આ કાતિક સરદ અળ્ય, ઠાઠ નવલ્લા ઠીક,
અધપત હિમ્મત આવિયેં, [૧]માણેવા [૨]મછરીક.

:છંદ-સારસી:

[૩]અળ શરદ [૪]રાકા ચંદ ઉજજળ, [૫]મુકત ઝળહળ જળ મહીં,
[૬]નીરજ સકોમળ, આભ નરમળ, ચિત્ર ધવળં અળ ચહી;
કેકાણ ધજબળ સજે અણકળ, કીપ ઝળહળ [૭]સર દણી,'
રઢ રાણ હિમ્મત ! વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી
જી ! ધરણ સર માતર–ધણી !


  1. ૧.માણવા.
  2. ૨. મછરીક–ચોહાણવંશનો કિતાબ.
  3. ૩. અળ–પૃથ્વી.
  4. ૪.રાકા (ચંદ્ર)-પૂર્ણિમાનો.
  5. ૫.“મુક્ત ઝળહળ જળ મહીં”: સરખાવો બીજી એક બારમાસીની કડી:–
    “મછ છીપ તણી રત જામત મોતીએ

    ઠીક ઝળોમળ નંગ થિયા,
    અજમાલ નથુ તણ કુંવર આલણ !

    સોય તણી રત સંભરિયા !”

    અથવા તો આગળ આવેલા ઋતુગીત માંહેલું:—

    “નવનધ પાકે દન નવા, વ્રખા સોંત વ્રપન્ત,
    “છીપે મોતી સંચરે ચંચળ નવે ચડન્ત.”

    એટલે કે આસો માસમાં સમુદ્રની અંદર છીપમાં મોતી બંધાય છે તેને એ માસનું એક લક્ષણ ગણ્યું છે.

  6. ૬. નીરજ=(નીરમાં જન્મેલું ) કમળ.
  7. ૭. સર દણી (દણીશર)=પૃથ્વી પર.