પૃષ્ઠ:Rutugeeto.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ૠતુ-ગીતો
 

કર લેપ [૧]ચંગ, [૨]મદ કુરંગ, [૩] કત, સંગં કામણી,
રઢરાણ હિમ્મત વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી !

[અગ્રહાયન (માગશર) અને પોષ માસ ઊમટ્યા. શીતળ હેમન્ત ત્રતુ આવી. હે કુલવંતી રમણીના કંથ ! તું હવે તો તારા મહેલ પર નજર કર !

અગ્રહાયન વર્તવા લાગે. અંગે શીત લાગે છે. હેમન્તનું પરિબળ હાલ્યું જાય છે. (આ પછીની પંક્તિ સમજાતી નથી.) કામિનીઓ કંથની સાથે કસ્તૂરીના સરસ લેપ કરે છે. એવી ઋતુમાં...]

શિશિર–વસન્ત

માઘ ફાગ ખત્રિયાં-મણિ! શશિયર [૪]બણી સોહાગ;
તણ રત વળ્ય [૫]પીથલ તણા ! રાણ [૬]પ્રખણ [૭]ખટરાગ !

શશિયર સુહાવે, રંગ છાવે; હુલસ ગાવે હોરિયાં,
ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયા,
બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી,
૨ઢરાણ હિમ્મત ! વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી!

[માહ અને ફાગણ માસ હે ક્ષત્રિયોના મણિ ! શિશિર ઋતુનો સોહાગ જામ્યો છે. એવી ઋતુમાં હે પૃથ્વીરાજ (પીથલ) ના પુત્ર ! હે છયે રસને પારખનારા રાજા ! તું પાછો આવ !

શિશિર સોહે છે, રંગ છવાય છે, ઉલ્લાસથી લોકો હોરીઓ ગાય છે. હુતાશનીના દિવસોમાં ફગવા (ચણા, તલ, મગ વગેરેનાં


  1. ચંગો: સારો.
  2. મદકુરંગ (કુરંગ + મદદ)-કસ્તુરી
  3. કંત-કંથ
  4. બની
  5. ‘પૃથ્વીરાજને ટુંકાવેલો શબ્દ.
  6. પરખણ (પરખનાર).
  7. છ જાતના રસો.