પૃષ્ઠ:Rutugeeto.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ઋતુ-ગીતો
 


ફાગણ

ગાય જે ફાગણ ફાગ ગાણાં, ખરે કેશુય [૧]ખખ્ખરં,
[૨]ગલઆલતેં લેરમેં ગઢપત, સજે હોળીય સખ્ખરં;
[૩]વ્રણ [૪]સહી હાટે કરે વોરત, સૂખડાં ઉંચાં સરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.

[ફાગણ માસના ફાગ—ગીતો ગવાય છે. ખાખરાના ઝાડ પરથી કેસૂડાં (ફૂલ) ખરે છે. ગઢપતિઓ લહેરથી ગલાલ વતી હોળી રમે છે. સર્વે વર્ણોનાં લોક દુકાનેથી ઊંચી મીઠાઈઓ ખરીદે છે. એ ઋતુમાં....]

ચૈત્ર

કરમાવ ચૈતર પાન કહીએ, ઝરે તરપેં ઝંખરં,
[૫]મખ મેહ નેહી થિયે મૂંગા, ભોમ વરગહ ભંખરં;
[૬]નશ દીહ દિસે આભ નરમળ, નહિ વાદળ નીસરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.

[ચૈત્રમાં તરુઓ પરથી કરમાયેલાં પાન ઝરી જાય છે. નિશદિન આકાશ નિર્મળ દિસે છે. વાદળાં નીસરતાં નથી. એ ઋતુમાં...]

વૈશાખ

વૈશાખ નૌતમ પાન [૭]વરખે લગે તેખાં લૂઝળાં,
ચડ કોષ પણ વન પ્રબો સાંહે વરણ સૂકે સરવળાં!


  1. ૧. ખાખરાનું ઝાડ.
  2. ૨. ગુલાલ.
  3. ૩. વર્ણ.
  4. ૪. સહુ.
  5. ૫. એ પંક્તિનો અર્થ નથી બેસતો.
  6. ૬. નિશા ને દિવસ.
  7. ૭. વૃક્ષે.