પૃષ્ઠ:Rutugeeto.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૫૧
 


તાપીએ અગની પાંચ તપશી, ધૂપ જોર સરવ ધરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.

[વૈશાખે વૃક્ષ પર નવલાં પાંદડાં લાગે છે. લૂ ઝરે છે તે અકારી (તીખી) લાગે છે....સરવરો સૂકાય છે. તપસ્વીઓ પાંચ જાતની ધૂણી તાપીને તપ કરે છે. તાપ અતિ જોર કરે છે.]

જેઠ

[૧]વણ ગજ ફળોમણ જેઠ વદીએ, [૨]પુહુવ મધુવન પાકિયે,
જગ જાઇં વેલો કુસુમ જૂંખળ, ચંપ ડોલર છાકિયે;

લગ [૩]રેણ [૪]હોઈજે [૫]દવશ લંબા, અંબ શાખા ઊતરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.

[જેઠ મહિને વન ફળે છે. મધુવનમાં પુષ્પો ખીલ્યાં છે. ચંપા, ડોલર વગેરે ફૂલોની વેલડીઓ છવાય છે. રાત્રિ કરતાં દિવસ લાંબા થાય છે. આંબેથી શાખા ઊતરે છે. એ ઋતુમાં...]

આષાઢ

અત ઘામ ખમિયો બીજ આષઢ, અંદ્ર [૬]ઘણ ચડ આવીએ,
અંબ [૭]વેહડો હાલ દનિયા, ગણી [૮]મલહર ગાવીએ;
 
દળ કળે ચાત્રક મોર દાદર, કોયલ સરવા સૂર કરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.

[ અત્યંત બફારો ખમ્યા બાદ અષાઢની બીજે ઇંદ્નો ઘન


  1. ૧. વન.
  2. ૨. પુષ્ય.
  3. ૩. રેન-રાત્રિ.
  4. ૪. બને છે.
  5. પ. દિવસ.
  6. ૬. ઘન - વાદળું.
  7. ૭. વેડવું–કેરીઓ ઉતારવી
  8. ૮. મલાર રાગ.