પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
સાહિત્યને ઓવારેથી
 


વાતાવરણે વિરોધના સૂર જગાવ્યા, ને તેમનો ‘વન–પ્રવેશ’ તે પંડ્યાજીના ‘જંગલ–પ્રવેશ’ તરીકે ઉપહાસપાત્ર બન્યો. આથી તેમના સ્નેહીઓ સાશ્ચર્ય ખેદ અનુભવે છે, અને પ્રશંસકો વિષાદ–વિહ્‌વળ બને છે. એક વખતના ઉન્નત માનવીની આ પ્રત્યાઘાતી મનોદશા ! કેટલેક સ્થળે તેમને માન અપાયાં ને તેમની યશોગાથા રચાઈ. સંસ્કૃત ભાષામાં પણ તેમની પુષ્કળ પ્રશંસા થઈ. પણ બહુધા તો આ પ્રસંગે પ્રેક્ષકોમાં ગંભીરતા કરતાં તમાશા–વૃત્તિ વધુ બળવાન હતી. તેમના ‘વન–પ્રવેશ’નો આનંદ પ્રસંગ આમ વિરોધીઓના હાથે ‘વિવાદ-વિષથી ક્લુષિત’ થયો. જેવી તેમની ઈચ્છા અને પરમાત્માની પ્રેરણા !

“મોકલ મોકલ પ્રભુ કો વ્યક્તિ ગુજરાતી જગવાણી કરે,
મોકલ મોકલ કો એ જ્યોતિ જગત તિમિર તો તૂર્ત હરે,
સારસ્વત સન્દેશ એ મોકલ સૈકાં કેરી સુસ્તી હરે,
સ્થાન સ્થાનમાં સ્કુર્તિ સ્ફુર્તિ પ્રેરી પ્રેરી સજીવ કરે.
XXX
માતૃભાષા એવી કરશું જગમાંફરતી મદમાતી.”

ઉપરની પ્રેરક પંક્તિઓના સર્જક શ્રી. ચંદ્રશંકર તેમની શિથિલ પ્રકૃતિને લીધે અનેકધા ન વિચરતાં કેવળ સંગીન સાહિત્યસેવા ય કરી શક્યા હોત તો કેવું સરસ ! વારંવાર મહીનાઓ સુધી તેઓ ભાવ–ભીના ભાવનગરમાં પટ્ટણી સાહેબના મોંઘેરા મ્હેમાન કે રાજ–અતિથિ તરીકે રહ્યા, પણ છતાંયે ત્યાંના મર્હુમ મહારાજા ભાવસિંહજીનું જીવનચરિત્ર તેઓ ન આપી શક્યા; અને આ મુખ્ય કાર્ય ખોળંબે પડતાં જન–પ્રવાદનું પંખીરૂં તેમને માટે કૈં કૈં બોલવા લાગ્યું. અમદાવાદમાં સદ્‌ગત