પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સાહિત્યને ઓવારેથી
 


આકર્ષક માનનાર ચંદ્રશંકરભાઈ સત્યાગ્રહ સમયે કેવળ રેખાચિત્રો ને થોડાંક કાવ્યોની સાહિત્યસેવાથી જ કેમ સંતુષ્ઠ રહ્યા હશે ? રાજકારણ માટેનો તેમનો રસ ત્યારે સાહિત્યમાં જ શું અંતર્ગત થઈ ગયો, ને તેને વ્યક્ત થવાના અન્ય માર્ગ જ ન મળ્યા ? લોકવાણી ભલે આવો સંશય ધરાવે, પણ તેમની શિથિલ પ્રકૃતિ જોતાં આ વિના અન્ય શું સંભવી શકે ? પણ એટલું તો ખરૂં જ કે દેશના સાર્વજનિક યજ્ઞમાં જ્યારે અનેક કીમતી આહુતિઓ અપાતી હોય ત્યારે તેમને માટે જીવનચરિત્રો લખવાનો કે સર પ્રભાશંકર સમા મુત્સદ્દી મંત્રીની મીઠી મૈત્રી સેવવાનો તો અવસર ન જ હોય ! પણ બીમારી એ કેટકેટલી પરવશતા, અમુંઝણ, અને હૃદયવ્યથા ઉત્પન્ન કરે છે, તેનો વાચક જો ખ્યાલ કરે તો આ રોગગ્રસ્ત માનવી તરફ તે સાચી સહાનુભૂતિ દાખવવા પ્રેરાશે, ને તેમને અન્યાય નહિ કરે. લોકમત એ હંમેશાં કાંઈ સાચું હોકાયંત્ર નથી, ને લોકવાણી તે કાંઈ ન્યાયમંદિરનો નિર્મળ ચૂકાદો નથી. ચંદ્રશંકરભાઈનો દમિયેલ દેહ, તેમની પરવશ સ્થિતિ ને તેમની કૌટુંબિક ચિંતાઓ ધ્યાનમાં લેતાં હરકોઈ સહૃદય માનવીને તેમના તરફ કેવળ અનુકંપા જ ઉપજે ! તેમનાં સંસ્કારી અને સંગીત–કુશળ પત્ની શ્રીમતી સુધા બ્હેન પણ પોતાના આ સૌભાગ્યચંદ્રને કેટલીયે સુધાથી હર્ષપ્રફુલ્લ રાખે છે. જગતમાં સુધાવિહોણો ચંદ્ર કેટલો નિસ્તેજ ને નિર્માલ્ય લાગે ?

અને દર્દથી ઘેરાયેલો અને દુઃખમાં ડૂબેલો પુરુષ શું શું અનિષ્ટ નથી કરતો ? એક વખતના ઉદાર યજમાનનું આજે અન્યની મહેમાનગીરી માણતાં સ્વમાન જોખમાય છે, ને તે વિષેની કિંવદન્તી ફેલાય છે. જાહેરજીવનમાં અનેકનાં આમંત્રણ