પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી ચંદ્રશંકર પંડ્યા
૯૩
 


મેળવનારને નડિઆદમાં સરસ્વતીચંદ્ર–સ્વાધ્યાય–સત્રના પ્રવચન–પ્રસંગે અનેક જણે પ્રમુખપદ લેવા ઈનકાર કરે છે; એક વખતના પ્રસિદ્ધ પત્રકાર અને પત્રકાર–મિત્રને હાથે વેદ–મીમાંસા–પ્રચાર–પ્રવૃત્તિ વિશે લખાયેલાં નિવેદનો વર્તમાનપત્રોમાં પ્રગટ પણ નથી થતાં; અને અનેક સાક્ષરોનો મમતાપત્ર બનેલો માનવી તે તે સાક્ષરોના હાથે જ ગૂઢ ઉપેક્ષા અને અનાદર પામે છે ! આવી અપ્રિય ઘટનાઓનાં ઉદાહરણો ઇષ્ટ નથી. આ બધી સમયની બલિહારી છે; ને વિધિનાં નહિ, પણ વ્યાધિનાં વિધાન છે !

શ્રીયુત પંડ્યા તેમની સ્વાભાવિક ‘પટુતા’ વડે હજુ એટલેથી યે ચેતે, અને દર્દનો આનંદથી સામનો કરવામાં તથા પ્રકૃતિ સુધારવામાં જ સર્વ શક્તિઓ કેન્દ્રિત કરે. એક વખતનો પાણીદાર ને પ્રતિભાશાલી પુરુષ રોગગ્રસ્ત બનતાં આજ અહંભાવી બનતો જાય છે, ને અશક્ત થતાં તેમની ભૂતપૂર્વ સેવા ને શક્તિઓથી અપરિચિત રહેલી જનતાના ઉપહાસને પાત્ર બને છે. તન, મન અને ધનથી ઘસાતા જતા ચંદ્રશંકરભાઈ આજે લોકસંઘના પ્રહારને કે પત્રકારોના પરિહાસને પાત્ર નછી. કેવળ અનુકંપા અને સંપૂર્ણ સહાનુભૂતિ જ બતાવી વાચક કૃતકૃત્ય બનશે. કેવી ભૂતપૂર્વ મહત્તા ને કેવી આધુનિક અધોગતિ ? પરમાત્મા તેમને તેમની સહજ શક્તિઓ પુનઃ સંપૂર્ણ પ્રગટાવવા જેટલું સુખદ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય અર્પે ?❋[૧] પણ આ આશા વિધિની દુઃખદ ઘટના આગળ આજે નિષ્ફળ નિવડી છે.


  1. ❋ આ લેખની કેટલીક હકીકતો રૂબરૂ પૂરી પાડનાર ચંદ્રશંકરભાઈના અવસાનની આજે સખેદ નોંધ લેવી પડે છે. પ્રસ્તુત લેખની શાહી જ્યારે સુકાઈ પણ નથી, અને લેખ જ્યારે તાજો જ મુદ્રણયંત્ર ઉપર જવાની તૈયારીમાં છે, ત્યારે