પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૧૦૧
 


સંદેશવાહક સમા પ્રેરક અને સર્વજિત્‌ મહાકવિનાં દર્શન ક્યારે થશે ? આવો કવિ તો ઈશ્વરની કૃપા વિના ન મળે; પરિષદ તેમાં શું કરે ? આવા મહાકવિને જન્માવવવાને અનુકૂળ સંયોગો ને અનુરૂપ ભૂમિકા તૈયાર કરવામાં પરિષદ ઘણો ઘણો ફાળો આપી શકે. અને આજે તો વર્તમાન નાના કવિઓને યે આ વિત્તવિહેણી પરિષદ ઉત્તેજન આપે છે કે અપાવે છે ? એકલે હાથે ઓગણીસમી સદીના નર્મદે જે કર્યું ને વીસમી સદીના ન્હાનાલાલ જે કરે છે, તેને વેગ આપવા જેટલું યે જેજો સામર્થ્ય ન હોય, તો પરિષદ પછી કઈ પ્રગતિ કરવાની છે ?

આજે નવલકથાઓ, નવલિકાઓ ને નાટકો યંત્રવેગે વધતાં જ જાય છે. તેમને દિશાસૂચન કે માર્ગદર્શન–કેવળ શબ્દોથી નહિ, પણ સર્વ શક્ય પ્રકારે–પરિષદ ન કરાવી શકે ? અને નિબંધ, જીવનચરિત્ર, પત્રલેખન, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન: સાહિત્યપરિષદના પોષણની રાહ જુએ છે. આ શાખાઓને પુષ્ટ ને પ્રફુલ્લ કરવાનો તથા તેમને વિકસાવવાનો પરિષદે કદી વિચાર પણ કર્યો છે ? ‘ગુજરાતી ભાષાની અને સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી, વિકસાવવી, વિસ્તારવી ને ફેલાવવી,’ એ અગ્રભાવના પરિપદ ક્યારે મૂર્ત કરશે ?

‘ઇતિહાસની અભિવૃદ્ધિ’ માટે તથા તેના પ્રચાર માટે જે કોઈ વિશેષ કાર્યો કરવાની જરૂર માલૂમ પડે તે કરવાં, એમ તેના બંધારણના કલમ કહે છે. ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ ઊજળો ને ગૌરવવંતો છે. તેમાં યે તેના સોલંકીવંશના સમયમાં (ઇ. સ. ૯૬૧–૧૨૦૦ ) તો ‘ગુર્જરી’ સત્તાનો સૂર્ય મધ્યાહ્‌ને હતો; અને ‘કુકકુટધ્વજધારી’ ને ‘બર્બરકજિસુષ્ણુ’ સિદ્ધરાજનો શાસનસમય (ઇ. સ. ૧૦૯૪–૧૧૪૩) તો ગુજરાતનો