પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સાહિત્યને ઓવારેથી
 


છૂટક છૂટક કૃતિઓ સસ્તા મૂલ્ય મળે, તો અગણિત વિદ્યાર્થીઓને રાહત મળે, ને અસંખ્ય વાચકોને ઉત્તેજન મળે. આજે જો કોઈ કૃતિ જોઈતી હોય તો તે છૂટક મળવાનાં વલખાં છે; ને નિરુપાયે વિદ્યાર્થીગણને અને વાચક વર્ગને સમગ્ર સંગ્રહ ખરીદવો પડે છે, ‘Men of Letters Series’જેવી, તે તે કવિઓ ને લેખકોનાં પ્રસ્તાવના રૂપે જીવનચરિત્ર તથા દુર્બોધ શબ્દોની ટીપ્પણી આપતી સસ્તી ગ્રંથમાળા છપાય તો ગુજરાતના અક્ષરજ્ઞાનને અને સાહિત્યના વાતાવરણને કેટલો વેગ મળે ?

વિશેષમાં, સ્વતંત્ર વિવેચનાના–યુગેયુગની, સદીએ સદીની, શાખાએ શાખાની, ને મહાકવિએ મહાકવિની સ્વતંત્ર સમાલોચના કરતા વિવેચનગ્રંથો ય ક્યાં છે ? પરિષદને પૂછીએ કે આજસુધીમાં તેં આ દિશામાં શું કર્યું છે ? આજનું આપણું વિવેચન કેટલું ગોળગોળ, અચોક્કસ ને અપૂર્ણ છે ? પ્રાચીન અલંકારશાસ્ત્રોના ગ્રંથોનો અને પશ્ચિમની પ્રમાણભૂત વિવેચનશાસ્ત્રની કૃતિઓનો સમન્વય કરી નવા વિવેચનશાસ્ત્રના ગ્રંથો રચાવા જોઈએ. વળી, સંસ્કૃત, ફારસી જેવી પ્રાચીન ભાષાઓની, અને જીવંત દેશી ભાષાઓની સુંદર કૃતિઓનાં ભાષાંતરો ને અનુવાદો પણ નિરર્થક કે નિષ્ફળ નથી હોતાં; અમુક પ્રમાણમાં તો તેઓ આવશ્યક ને આવકારપાત્ર છે.

અને કેવળ કવિતા કે પ્રાચીનતા માટે જ નહિ, પણ સંસ્કૃતિની રક્ષા કાજે ય કદી સાહિત્યપરિષદે આપણાં અમર વિરકાવ્યો તરફ દૃષ્ટિપાત કર્યો છે ? રામાયણ ને મહાભારતના એ વિપુલ ગ્રંથોએ ભારતવર્ષ ઉપર જે અસર દાખવી છે ને જે ઉપકાર કર્યો છે, તે આજે પણ વિસરાય તેમ નથી. તેના