પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૧૦૫
 


વામીકિ ને વ્યાસ જેવા કવિઓએ કાલના કરાલ પંજામાંથી બચી જઈને, યુગેયુગે પ્રાતેપ્રાંતની જનતાને પ્રેરણા પાઈ છે, ને આર્યસંસ્કૃતિને સાચવી રાખી છે. મુનિશ્રી જિનવિજયજી સાચું જ કહે છે કે ‘એના જ આધારે પ્રજાજીવનનું નાવ વિકરાળ કાળસમુદ્રમાં અથડાતું પછડાતું પણ પોતાનું દિશાભાન ટકાવી શકે છે. આર્યપ્રજાની સંસ્કૃતિના સાચા રક્ષકો રામ કે યુધિષ્ઠિર નથી, પણ વાલ્મીકિ ને વેદવ્યાસ છે.’ આ વીરકાવ્યોમાંથી આજે પણ ભારતવર્ષના પ્રજાજીવનને પોષણ મળે છે. આજનાં સાહિત્ય, રંગભૂમિ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ ને તત્ત્વજ્ઞાન : સૌમાં તેમના જ પડછંદા સંભળાય છે. કોઈ પણ સાહિત્યસંસ્થા આવી મોંઘી મૂડીને કેમ ઉવેખી શકે ? વેદ, ઉપનિષદ જેવા ઉચ્ચતમ ગ્રંથો કરતાં આ વીરકાવ્યોએ વધુ વ્યાપક અસર કરી છે. વેદ, ઉપનિષદોની અગત્ય ભલે હમણાં ધ્યાનમાં ન લેવાય; પણ પ્રેરણા, સંસ્કૃતિ ને જ્ઞાનના સંગમસ્થાન સરિખા રામાયણ મહાભારતનો અનાદર ભારતીય પ્રજાને અને ભારતીય સાહિત્યને અવશ્ય હાનિકર્તા જ થઈ પડશે.

અમદાવાદની સાહિત્યપરિષદ વખતે કવિશ્રી નરસિંહરાવને ગાંધીજીએ જે ટકોર કરી હતી તે આજે પણ આવશ્યક લાગે છે. કોશિયાને ઉપયોગી થાય તેવું સાહિત્ય આજે ક્યાં છે ? કોસ ફેરવતો ખેડૂત લલકારી શકે, ટોપલા ઉપાડતી ને ઊચકતી મજૂરણ ગાઈ શકે, ઘંટી ફેરવતી ઘરરખુ ડોશીમા યે રેલાવી, શકે, ને સંચા સાથે જીવન જડી દેતો કારીગર પણ બુલંદ અવાજે બોલી શકે, તેવાં કાવ્યો આજે ગુજરાતી સાહિત્યમાં ક્યાં છે ? ને હોય તો યે કેટલાં વિરલ છે ? ‘લોકજીવનને સ્પર્શે ને પલટે તે જ ખરી ભાષા, ને ખરૂં સાહિત્ય,’ એમ પરિષદના