પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રી. મોતીભાઈ ન. અમીન

‘પ્રસ્થાન' ને પાને દી. બ. નર્મદાશંકરભાઈનું છેલ્લું રેખાચિત્ર આપ્યા પછી આજે લગભગ ત્રણ વર્ષે વળી ‘સાહિત્યને ઓવારે’થી નિરખવાની બળવાન અને પ્રોદ્દીપ્ત ભાવના આ લેખનું નિમિત્તકારણ બને છે. પ્રસ્તુત લેખનો વિષય બનનાર શ્રી. મોતીભાઈ અમીન કોઈ લબ્ધપ્રતિષ્ઠ લેખક નથી, કોઈ કીર્તિવંતા કવિ નથી, કે કોઈ સુવિખ્યાત સાહિત્યકાર નથી; તો પછી સાહિત્યને ઓવારેથી નિરખનારની દૃષ્ટિ–મર્યાદામાં આવવાનો તેમને અધિકાર શો છે, એવી કુતૂહલયુક્ત શંકા ઘણા વાચકોનાં વિચારશીલ માનસને પણ મૂંઝવી નાખે તે સંભવિત છે. આવા અધિકારનો અમીન સાહેબે કોઈ દિવસ હક્કદાવો નથી કર્યો તે તેમનું સૌજન્ય છે; પણ ‘સાહિત્યના ઓવારે’થી નિરખતાં સામે કિનારે દૃષ્ટિગોચર થતા સરસ્વતી–મંદિરમાં તેઓ કોઇ અસામાન્ય અને વિશિષ્ટ સ્થાન ભોગવે છે તે નિર્વિવાદ છે.

સાહિત્યજળમાં તેમણે ભાગ્યે જ ડૂબકીઓ મારી છે. તેઓ સરસ્વતી દેવીનું સતત સાન્નિધ્ય સેવતા અધિકૃત પૂજારી નથી, કે પ્રસંગવશાત્‌ સરસ્વતીની પૂજાર્થે આવી ચપટી ચોખા મૂકી જનાર શ્રદ્ધાળુ યાત્રાળુ નથી; પણ તેઓ અહર્નિશ જાગૃત સરસ્વતીમંદિરના દ્વારપાળ તો છે જ. આવા ચકોર ને વફાદાર દ્વારપાળ વિના સરસ્વતીના ધામમાં કેટલાયે અનિષ્ટો વધ્યાં હોત, ને કેટલોય અંધકાર વ્યાપ્યો હોત. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિના મુખ્ય સંચાલકના પદેથી તેમણે કૈં કઈ ઉગતા લેખકોને ઉત્તેજન આપ્યું છે, તે કૈં કૈં પ્રતિષ્ઠિત સાહિત્યસેવકોને ‘ભગ્નમનોરથ’