પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સાહિત્યને ઓવારેથી
 


સંસ્થાઓનાં નિવેદન કે કોઈ અનુકરણીય સભાનો હેવાલ: કોઈ ને કોઈ પરત્વે અમીન સાહેબ લેખક તરીકે દેખા દેછે. આમ તેઓ ‘ચરોતર’ ની પ્રજાનું કલ્યાણ સાધવા સેવાભાવનાં બીજ સર્વત્ર વાવે છે. રાજકીય ક્ષેત્ર બાદ કરીને કહી શકાય કે ચરોતર એટલે શ્રી. મોતીભાઈ અમીન. પણ તેથી ઊલટું સમીકરણ સાચું નથી; કારણ કે શ્રી. મોતીભાઈ તો ચરોતરના નાનકડા પ્રદેશમાંથી ઊભરાઈ જઈને વિશાળ ગુજરાતમાં પણ નજરે પડે છે. વડોદરાનું ‘પુસ્તકાલય’ અને આણંદનાં ‘ચરોતર’ તથા ‘બાળમિત્ર’ નામે સામયિકો પણ અમીન સાહેબનું જ માર્ગદર્શન સ્વીકારી સમાન આદર્શો સાધે છે.

ગ્રામપુસ્તકાલયોના નિરીક્ષણ માટે શ્રી. મોતીભાઈ રાજ્યના ગામડે ગામડે ફરે છે. અમલદારશાહીનો ભપકો ફગાવી દેનાર આ ઉત્સાહી લોકસેવક ખડતલ જીવન ગાળે છે, પળેપળનો સદુપયોગ કરે છે, ને લોકજીવનનાં વિવિધ પાસાં નિરખે છે. ગામનું પુસ્તકાલય, ગામની નિશાળ, ગામની જાહેર સંસ્થાઓ, ગામના કૂવા, તળાવો, ચોતરા ને પરબડીઓ, ઔષધાલયો ને મંદિર, પછાત કોમોની સ્થિતિ ને હરિજનોની હાડમારીઓ: સૌ તેમની સંભાળ ને મમતાનો વિષય બને છે. સૌને તેઓ યથાશક્તિ સાથ દે છે, અને લોકજીવનને આમ પ્રગતિમાન કરે છે.

આવી અમલદારી ફરજ બજાવતાં, ને સરકારી રાહે કામ કરતાં પણ શ્રી. મોતીભાઈએ ભાગ્યેજ અમલદારી માનસ દાખવ્યું હોય. ક્યાંયે બોજારૂપ ન થતાં, નિરુપાયે જ તેઓ કોઈનું આતિથ્ય સ્વીકારતા; અને કામ સમેટ્યા પછી આગળ કૂચ કરતા. ગામડાંમાં પણ અમલદારી ન દાખવતાં સ્થાનિક પ્રગતિપ્રિય