પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન
૧૨૩
 


કાર્યકર્તાઓ ને કેળવાયેલા યુવકોમાં તેઓ વધુ શ્રદ્ધા ધરાવતા, ને તેમનેજ વિશ્વાસમાં લેઈ પોતે આરંભેલું કાર્ય આગળ ધપાવતા. તેથી તો આજે ચરોતર શું, ગુજરાત શું, ભારત દેશ શું કે પરદેશ શું: સર્વ સ્થળોએથી ચરોતરના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ નોકરીધંધામાં સુવ્યવસ્થિત થયે આ સેવાપરાયણ અને માનનીય અમીન સાહેબનેનો પત્રો દ્વારા વધુને વધુ સક્રિય પરિચય સાધી રહ્યા છે.

શ્રી. મોતીભાઈની કાર્યપદ્ધતિ પણ વિલક્ષણ જ છે. માનસશાસ્ત્રના તેઓ અભ્યાસી છે, અને ચતુર નજરે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોની તુલના કરે છે. રજપુતોની આંધળાં કેસરીઆં કરવાની રીત કે ખતમ થતાં સુધી ઝઝુમવાની પદ્ધતિ તેમને માન્ય નથી. ખંડનમાં પરિણમતો કલહ તેમને અરુચિકર લાગે છે, પક્ષાપક્ષી તેમને પ્રિય નથી, ને ભાગલાથી તેઓ દૂર ભાગે છે. મનુષ્યસ્વભાવની નાડ પરખતા, શક્તિ પ્રમાણે જ કાર્ય ઉપાડતા તેઓ અનુકૂળ માર્ગ જ સ્વીકારે છે, ને શક્તિઓ વૃથા વેડફી ન નાખતાં તેમને વિશેષ કાર્યસાધક બનાવે છે. છતાં તેમનું ઉપાડેલું કાર્ય એટલું વિવિધ ને વિશાળ છે કે સામાન્ય મનુષ્ય તો આશ્ચર્ય જ પામે. તેઓ પોતે પણ કહે છે કે મારુ આરંભેલું કાર્ય હું આ જન્મમાં તો નહિ, પણ બે જન્મમાંય ભાગ્યે જ પૂરૂં કરી શકું. સાઠીએ પહોંચ્યા છતાં તેમની બુદ્ધિ નાઠી નથી, ને કાળનાં કરવતે તેમને આ ઉંમરે પણ નિરુત્સાહી નથી કર્યા. વૃદ્ધનો અનુભવ અને તરુણનો ઉત્સાહ દાખવતા આ લોકસેવક પોતાના કાર્ય માટે ગમે ત્યારેય ગમે તેટલો શારીરિક શ્રમ ઉઠાવવા તૈયાર જ હોય છે.

રાત્રે સાડાનવ વાગ્યે એક વખત તેમના વતન વસોમાં