પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન
૧૨૫
 


આમ બીનરાજકીય ક્ષેત્રોમાં સદા–તૈયાર સ્વયંસેવક સરખા આજે પણ શ્રી. મોતીભાઈ ઉત્સાહથી ઊભા છે.

અને નાનકડું તેમનું વસો સદાય તેમને મન વ્હાલું વતન જ રહ્યું છે. અધિકારી હતા ત્યારે પણ સત્તાવાર, અર્ધસત્તાવાર કે બીનસત્તાવાર જે કાંઈ સેવા વસોની થઈ શકે, તે કરવાનું તેઓ કદી ચૂક્યા નથી. વસો આજે તેના આ પનોતા પુત્રને લીધે બાલમંદિર, સાર્વજનિક પુસ્તકાલય, બાળ પુસ્તકાલય, મહીલાપુસ્તકાલય, સ્વતંત્ર ઇંગ્રેજી હાઈસ્કુલ, હુન્નરઉદ્યોગ ને કારીગરીના વર્ગો: આ અને આવી અનેક સગવડો ભોગવી રહ્યું છે. આજે નિવૃત્તિના સમયમાં પણ આજ સ્થળ શ્રી. અમીન સાહેબની કાર્યભૂમિ બન્યું છે. વસો તેમને લીધે આજે પણ વધુ વર્ચસ્ દાખવે છે, અને વિશિષ્ટ ગૌરવ અનુભવે છે. વસોના કેળવણીના પ્રયોગો, કારીગરવર્ગો, અને વ્યાયામમંદિરો: સૌ આ પ્રેરણામૂર્તિના પ્રયત્નોને લીધે જ પ્રગતિમાન લાગે છે.

જાહેર સંસ્થાઓમાં ધનસંચય થવા દેવો એ અનેક અનર્થોનું મૂળ છે, એવો મત મહાત્માજીની માફક શ્રી. મોતીભાઈ પણ ધરાવે છે. એક જ વ્યક્તિ પાસે જો સાર્વજનિક નાણાં પડી રહે તો તેને દુરુપયોગ થવાનો સંભવ રહે છે, ને તેથી કરીને છેલ્લાં થોડાં વર્ષોથી આવાં નાણાંના હિસાબો છપાવીને જાહેરમાં મૂકવા માટે તેઓ એક વ્યવસ્થિત યોજનાને શ્રમભય પ્રયત્નો વડે પણ વ્યાપક અને સર્વસ્વીકાર્ય બનાવતા રહ્યા છે.

શ્રી. મોતીભાઈ કેળવણીના પ્રશ્નોમાં વર્ષોથી રસ લેતા આવ્યા છે, અને એક કેળવણીકારને શોભે તેવી રીતે તેના કેટલાયે કૂટ પ્રશ્નોનો પોતાની રીતે ઉકેલ શોધી લે છે. કેળવણીની તેમની કલ્પના ગાંધીજીના વિદ્યાપીઠના ચોકઠામાં બરાબર બંધ