પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સાહિત્યને ઓવારેથી
 


બેસે તેમ નથી. કેળવણીનું ધ્યેય ધન કરતાં વધુ ઉચ્ચ, અને રાષ્ટ્ર કરતાં વધુ વ્યાપક હોવું જોઈએ, એ સર્વકાલીન સત્ય તેમને પણ માન્ય છે. કેળવણીને વધુ કાર્યસાધક બનાવવા જતાં જો તે મોંઘી થઈ પડે તે તેનો તેમને જરાયે વાંધો નથી. સમાજવાદ ને સામ્યવાદની મોહક ભાવનાઓ તેમને આ સંબંધી ભાગ્યેજ આકર્ષી શકે છે. આધુનિક કેળવણી ગમે તેટલી ખરાબ હોય પણ વધુ સારી કેળવણીના અભાવે તે લેવી આવશ્યક છે, હુન્નરઉદ્યોગ, સંગીત તથા વ્યાયામને શક્ય હોય તેટલી હદે માધ્યમિક કેળવણીની સંસ્થાઓમાં સ્થાન આપવું, સહ–કેળવણી એ કાંઇ અનિષ્ઠ નથી, અસ્પૃશ્યતાના જ કારણે કોઈ મનુષ્ય ઉચ્ચ કેળવણીથી વંચિત રહેવો ન જોઈએ; આવાં કેટલાંયે દૃઢ મંતવ્યો આજે બેધડક તેઓ જાહેરમાં મૂકે છે. પણ સૌથી વધુ મહત્ત્વનો અને હાલ પણ ખૂબ ચર્ચાસ્પદ બનતો મુદ્દો તો વિદ્યાર્થીઓની શારીરિક શિક્ષાનો છે. નઠોર કે તોફાની, બેદરકાર ને રખડેલ વિદ્યાર્થીઓને પણ શારીરિક શિક્ષા તો ન જ કરવી, એવી તેમની દૃઢ માન્યતા છે; ને આ માન્યતાને તેઓ વસોની કેળવણી–સંસ્થાઓમાં આગ્રહથી અમલમાં મૂકાવે છે. અતિ તોફાની કે રખડેલ વિદ્યાર્થીઓને માનસશાસ્ત્રની રીતે શિક્ષકે પ્રેમથી જીતવા, તેમનું મિત્રમંડળ જાણવું, તેમના ઘરના વાતાવરણથી પારચિત થવું, તેમનાં માબાપનો સહકાર મેળવો; આ બધા ય તેમને સુધારવાના ઉપાયો છે. છતાંય જિ તેવો વિદ્યાર્થી ન સુધરે તો તે વિદ્યાર્થીને શાળામાંથી છુટો કરવો, પણ તેને શિક્ષા તો ન જ કરવી. આવા એકજ બાળક પાછળ શિક્ષકની ધીરજ અને બુદ્ધિ ખૂટી જાય ત્યાં સુધીના અંતિમ અખતરા કરવા તે જાહેર સંસ્થાઓને અતિ ખર્ચાળ થઈ પડે ને અન્ય