પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
સાહિત્યને ઓવારેથી
 


એક ગામડાની એ. વી. સ્કુલમાં એપ્રીલના પૂર્વાર્ધ સુધી પણ વાર્ષિક પરીક્ષા થઈ ન હતી. પાસેના શહેરની હાઈસ્કુલમાં નવા વર્ગો શરૂ થઈ ગયા હતા. એ. વી. સ્કુલના વિદ્યાર્થીઓનું હિત આમ રાજ્યના કેળવણી ખાતાની મંદગતિને લીધે સરકારી પરીક્ષાના અભાવે જોખમાતું હતું. પુસ્તકાલયના નિરીક્ષણ માટે આવેલા અમીન સાહેબથી આ કેમ સાંખ્યું જાય ? તેઓ રીતસર જો લખાણ કરે તો ગમે તેટલી ઉતાવળ કરવા છતાં કેટલોયે વિલંબ થઈ જાય ! વેકેશન ખાતે વતનમાં આવેલા ગામના જ એક પદવીધારી યુવકને–આ લેખકને–તેમણે આ ઇંગ્રેજી શાળાની (એ. વી. સ્કુલની) વાર્ષિક પરીક્ષા લેવા જણાવ્યું, ને કહ્યું કે, ‘હું જાતે જ આ સંબંધી વિદ્યાધિકારી સાહેબ સાથે ગોઠવણ કરી લઈશ, ને તમારી લીધેલી પરીક્ષાને કેળવણી ખાતાની સંમતિ અપાવીશ.’ અને બધું થયું પણ તેમજ. સ્વાર્થ વિનાની સાચી વાત રજુ કરતાં શ્રી. અમીન મોટામાં મોટા અધિકારી આગળ પણ નીડર અને નિખાલસ બને છે.

આમ આખું જીવન શ્રી. મોતીભાઈએ રાજસેવામાં અને લોકસેવામાં વ્યતીત કર્યું છે. શ્રમભર્યું ને સમાધાનપ્રિય જીવન ગાળી તેઓ રાજા અને પ્રજા ઉભયના માનીતા અને માનનીય બન્યા છે. નોકરી અને કુટુંબજીવનની અનેક વિટંબણાઓ વચ્ચે પણ તેમણે સેવાવ્રત ચાલુ રાખ્યું છે, ને ઉત્તમ પુસ્તકોને સતત સાન્નિધ્ય સેવતા મિત્રોનું સ્થાન આપ્યું છે. અસહકારના પ્રસંગે આ ચરોતરી પાટીદાર પાસેથી પાઘડી છીનવી લેઈ હંમેશાં તેમને ટોપી પહેરતા કર્યા છે; ને આ નવો પોપાક તેમના જેવા કટિબદ્ધ કાર્યકર્તાને અને સદાસજ્જ સ્વયંસેવકને અધિક શોભા