પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
સાહિત્યને ઓવારેથી
 


સ્વભાવનાં સંવાદી તત્ત્વોની વારંવાર તે શી સ્તુતિ કરવી ? રાષ્ટ્રીય જાગૃતિના આ જમાનામાં રાજસેવકો જોતજોતામાં લોકોમાં અપ્રિય થઈ પડે છે; ને પ્રજાના સેવકો ક્ષણવારમાં જ સરકારની આંખમાં કણાની માફક ખૂંચે છે. આવા વિસંવાદના યુગમાં શ્રી. મોતીભાઈ રાજમાન્ય ને લોકમાન્ય થયા; અને શ્રી. મહારાજા સાહેબના કૃપાપાત્ર થવા છતાં ચરોતરી પ્રજાના અગ્રગણ્ય સેવક બન્યા, એ કાંઈ ઓછું શોભાસ્પદ નથી. ત્યારે ‘नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता’ (રાજા અને પ્રજા ઉભયના હિતસાધક કાર્યકર્તાઓ તો બહુ વિરલ હોય છે) એ પંક્તિનું સહેજે આપણને સ્મરણ થાય છે.

છતાં અંતમાં, બે અરુચિકર બોલ પણ લખવા પડે છે. ગુજરાતમાં વ્યવસ્થિત રીતે લોકહિત સાધતી જે કઈ થોડી સંસ્થાઓ છે, તેમાંથી કોઈ પણ સંસ્થા શ્રી. મોતીભાઈ જેવા અનુભવી લોકસેવક ને કાબેલ કેળવણીકારને અપનાવી લેવા, ને તેમની શક્તિઓને લોકહિત માટે વધુ વ્યાપક બનાવવા શું તૈયાર નથી ? પુસ્તકાલયપ્રવૃત્તિ પાછળ આખું જીવન ન્યોછાવર કરનાર આ કાર્યકર્તાની શક્તિઓનો સમગ્ર ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિ માટે કેમ લાભ નથી લેવાતો ? કે ગુજરાત તેના સાચા સેવક તરફ નગુણાપણું દાખવે છે ? વિશેષમાં, કેળવણી, છાત્રાલય, ગ્રામોદ્ધાર વગેરે કેટલાંયે ક્ષેત્રોમાં અમીન સાહેબનો કીમતી ને અનુભવપૂર્ણ સાથ મેળવી શકાય. કે પછી અમુક પક્ષ, પંથ, કે સંપ્રદાયની મ્હોર ન મળવાના કારણે આ લોકસેવકની શક્તિઓનો ઉત્કૃષ્ટ ઉપયોગ નથી થવાનો ? ગુજરાત હજુયે જો ચેતે ને શ્રી. અમીનને કોઈ રુચિકર સાર્વજનિક સેવાકાર્ય સોંપે, તો તેનો ઘણો લાભ થાય તેમ છે. જીવનભર લોકમાનસને