પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
સાહિત્યને ઓવારેથી
 

પણ પાછળ ધર્મ, જ્ઞાન અને ભક્તિનું વિસ્તીર્ણ સાહિત્ય મૂકતો ગયો. ગુજરાતનું ભક્તિઘેલું કવિત્વ તેથી દયારામના અવસાન પછી યે બે ત્રણ દાયકા સુધી તેના ભક્તો ને મુમુક્ષુઓ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવવા સમર્થ નિવડ્યું.

ઈ. સ. ૧૮૧રમાં અર્થાત્ સં. ૧૮૬૮માં જન્મેલા ભક્તકવિ છોટમનો કાવ્યપ્રવાહ કવિ દયારામના અવસાન જેટલો મોડો ઉત્પન્ન થયો જણાય છે; અને તેથી જ આ લેખના વાચકને ઉપરનો પ્રસ્તાવ ખરેખર પ્રસ્તુત લાગશે.

ચિરકાળ સુધી છોટમ સાહિત્યમાં ઉપેક્ષાપાત્ર જ રહ્યા છે, અને વિવેચકના હાથે અન્યાય પામ્યા છે. સંસારઘેલા સ્વજનો પણ આ સંતાનવિહોણા કવિની કદર કરી શક્યા નહિ ! પણ જગત્ કાંઈ તેવું છેક નગુણું ન્હોતું. વતનવાસીઓએ અને જ્ઞાતિજનોએ ભલે તેમની પરવા ન કરી, પણ ગુર્જર પ્રજા આ કવિની કવેલા બોલ ઝીલી લેતી. આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંયે છોટમનો નામનિર્દેશ નથી, અને તેમની સાહિત્યસેવાનો ઉલ્લેખ નથી! વિશેષમાં, આવી ઉપેક્ષા માટે કવિનો એકાંતપ્રિય ને આત્મદર્શી, વિનયશીલ અને વીતરાગ સ્વભાવ પણ જવાબદાર તો છે જ; અને તેમાં ગ્રામનિવાસ તથા કૌટુંબિક પરિસ્થિતિએ પણ સૂર મિલાવ્યા. આ બધાં કારણોને લીધે છોટમ દીર્ધકાળ અછતા જેવા જ રહ્યા. છતાંયે કબૂલ કરવું પડે કે ભક્તિપ્રિય જનસમુદાય તેમને શોધી કાઢતો, તેમના કાવ્યપ્રવાહને ઝીલતો ને ભાવથી સત્કારતો. કેવળ ચરોતરમાં કે વડોદરા પ્રાંતમાં જ નહિ, પણ સારા ગુજરાત-કાઠીઆવાડમાં ધીમે ધીમે કવિનાં કેટલાંક પદ ને ભજનો લોકાદર પામી વ્યાપક અને કંઠસ્થ થતાં હતાં. સાહિત્યના સમાલોચકોની અતિ ઘોર ઉપેક્ષા આગળ કવિ