પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સાહિત્યને ઓવારેથી
 

સામું જોઉં છું, એટલે જેની જરૂર હોય તે ચાલ્યું આવે છે.”

તેમનાં કાવ્યોમાં ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાન ઉપરાંત, દામ્પત્યજીવનનાં, દેવકથાનાં, પૌરાણિક માન્યતાઓનાં તથા વેદાન્ત અને ઇતર દર્શનોનાં તત્ત્વ છે. સં. ૧૯૨૧માં રચાયેલો તેમનો ‘શિવવિવાહ’ રસપ્રદ ને કલાયુક્ત છે; અને તાદૃશતા તથા સપ્રમાણતાનો સમન્વય સાધે છે. તેનું વસ્તુ વાચકને કવિકુલ- ગુરુ કાલીદાસના કુમારસંભવની યાદ આપે છે. એકંદરે આ કૃતિ ધર્મ કે તત્ત્વજ્ઞાનથી સ્વતંત્ર છે, ને તારકાસુર વધના ઉદાત્ત હેતુ માટે દામ્પત્યજીવનની પ્રતિષ્ઠા કરે છે. પછી કાળના પરિવર્તન સાથે છોટમનો કાવ્યપ્રવાહે પલટાતો જાય છે. રૂપે અને ગુણે તેમની કવિતા હવેથી વિશિષ્ટતા દાખવે છે. સંસારીઓની જીવનકથામાં કે દેવોની દામ્પત્યલીલામાં તે વળી શું ગાવાનું હોય ? જગતની ક્ષણભંગુરતા ને માનવજીવનની અસ્થિરતા કવિદ્રષ્ટિને વધુ ઝોક આપે છે. હવે ‘નારારેશમનું આખ્યાન’ રચાય છે, બોધપ્રધાન વૃત્તિથી ને જ્ઞાનના વિષયાન્તરથી આ આખ્યાનમાં સંભવિત વાસ્તવિકતાવાળી ચોરની કથા છે, ને સંસારનું નિરૂપણ છે; મનોહર દ્રષ્ટાંતો છે, ને રસપ્રદ પ્રસંગો છે; આકર્ષક વાર્તાપ્રવાહ છે, ને સ્વતંત્ર સ્ત્રીનું આલેખન છે. છતાં કહેવું જોઈએ કે આ બધાં તો નીતિબોધના પ્રધાન હેતુ આગળ ગૌણ લાગે છે. જ્ઞાન આપવાનું કે બોધ કરવાનો એક્કેય પ્રસંગ કવિ જતો કરતા નથી. તેનું વસ્તુ તો, કવિ પોતે જેમ કહે છે તેમ, બારમા સૈકામાં થયેલા વસ્તુપાલના સમયનું છે. સં. ૧૯૨૩માં લખાયેલું ‘ધુંધુંમાર આખ્યાન’ પણ ધર્મ અને નીતિ- બોધનો જ અંતિમ ઉદ્દેશ સિદ્ધ કરે છે. સં. ૧૯૨૬માં ‘ચંદ્રચરિત્ર’ પણ પાપ–પુણ્યની, સ્વર્ગ–નરકની, અને ઈશ્વરવાદની જ ચર્ચા