પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ
૧૬૭
 

ઉડતાંય તેઓ સંસારીઓના કુલને અવગણ્યા વિના જ તેમને સીધો બોધ આપે છે; અને સન્માર્ગે વાળે છે.

છોટમની વાણી પ્રાયઃ સ્વતંત્ર ને સર્જનશીલ છે; કારણ કે તેને સંપ્રદાયોની સીમાઓ નથી, ને ખંડન કરતાં મંડન વધારે માનીતું છે. છતાં સત્યની સ્થાપના કાજે કે કેવલાદ્વૈતના પ્રતિપાદન માટે ક્વચિત્ તેને ઇતર દર્શન અને સંપ્રદાયોનું ખંડન કરવું પડે છે. કવિની વાણી ગુરુના આદેશ પ્રમાણે ‘પાખંડીના પંથને ખંડે છે,’ દ્વૈતવાદને પરાસ્ત કરે છે, ને વેદાંતના સિદ્ધાંતનું–કેવલાદ્વૈતનું જ–સમર્થન કરે છે. આવા હેતુથી જ કવિ ચાર્વાકમતની, સાંખ્યવાદની, તથા વૈષ્ણવાદિ વર્તમાન સંપ્રદાયોની ત્રુટિઓ દર્શાવી તેમના મતોને વખોડી કાઢે છે. પણ આવું ખંડન તો તે યુગના પ્રચલિત ધાર્મિક પ્રવાહના સામના રૂપે જ છે. મુખ્યત્વે તો છોટમ શુદ્ધ ભક્તિમાં, બ્રહ્મજ્ઞાનમાં ને ઉત્તમ રચનામાં જ રાચે છે; કારણ કે તેઓ રાગદ્વેષ–રહિત છે, અને સંસારીઓના સ્વાર્થથી પર છે.

અને હવે આપણે કવિ છોટમનાં પ્રકીર્ણપદો ને ભાવયુક્ત ભજનો ઉપર આવીએ. કવિએ લાંબી કૃતિઓ ને છુટક પદો ‘છોટમકૃત કાવ્યસંગ્રહ’ તથા ‘છોટમની વાણી’ના ગ્રંથો રૂપે પ્રસિદ્ધિ પામી આજે સર્વસુલભ થયાં છે. તેમની કેટલીક વાણી હજુયે અપ્રગટ રહી છે, પણ જે પ્રગટ થઈ છે તે ય છોટમની કવિત્વશક્તિનો ખ્યાલ આપવા અતિ સમર્થ છે. તેમનાં કેટલાંક પદ તો અગાઉ કહ્યું છે તેમ બહુ લોકપ્રિય નિવડ્યાં છે, વ્યાપક બન્યાં છે; ને કંઠસ્થ થયાં છે.

કવિના મનશ્ચક્ષુને ઐહિક જગતની પારનું સર્વોત્તમ સત્ય લાધે છે, અને અદ્‌ભુત દર્શન થાય છે. આવા લોકોત્તર