પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'સાહિત્યને ઓવારેથી'
કેટલાક અભિપ્રાયો

---“આ ગ્રંથ આપણને ગૂજરાતનો એક લાંબો, સળંગ, મનોહર અને વિશિષ્ટતાભર્યો છતાં સાચો સંસ્કારપ્રવાહ, સાહિત્યપ્રવાહ બતાવનાર હોઈને ઇતિહાસ અને અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી અને વિશિષ્ટ ગુણવાળો છે. એમાં સમભાવ છે, પૂજ્યભાવ છે, છતાં ઉર્મિલતા નથી; એમાં ઊંડો અભ્યાસ છે, છતાં શુષ્કતા નથી, એમાં વિવેચનકલા છે, છતાં અહંની અંઘોળ નથી; એમાં સ્પષ્ટતા છે, પરંતુ સત્યવક્તાપણાનો ઘમંડ કે કડવાશ નથી.”


----'આદિવયન'માંથી

શ્રી. રમણલાલ દેસાઈ
 


“પ્રો. શાસ્ત્રીનાં રેખાચિત્રો આકર્ષક અને આબેહુબ છે.”

ના. કનૈયાલાલ મુનશી
 


‘Both parts of your book are replete with observations of an original character... You have viewed the lives of literary men......exhaustively from a point of view expected of a sympathetic, understanding and wide-awake...critic. You have drawn pointed attention to a neglected poet Chhotam, and thus rendered a real service to our literature.....
On the whole, you have produced an admirable literary work viewed from all points of view."

દિ. બ. કૃષ્ણલાલ ઝવેરી