પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
સાહિત્યને ઓવારેથી
 

ઘણાં દેશની ભાષાઓના ગ્રંથો જોયા છે. માટે મારા લખેલા ઉપર કોઈ દોષારોપ કરે તો તેણે પ્રથમ પોતાની છત તપાસીને કરવો. વાંચનાર પોતે વિદ્વાન હશે, તો તે આ નિબંધને વખાણશે.”

આમ વ્રજલાલ શાસ્ત્રીએ ભાષાશાસ્ત્ર વિષયનાં આ બે લઘુ પુસ્તક દ્વારા સપ્રમાણ સિદ્ધ કર્યું કે ગુજરાતી ભાષામાં પણ કાળબળે ને પ્રસંગવશાત્ ફેરફાર થતો જ રહ્યો છે; ને તે રીતે વિરુદ્ધ મતનું ખંડન કીધું. તેમણે સંસ્કૃતની પ્રાચીનતા જોઈ પ્રાકૃત-અપભ્રંશનાં સ્વરૂપ નિરખ્યાં, અને જૂની ગુજરાતીના શબ્દદેહ દીઠા; તથા આ બધા ઉપરથી એક સુસંબદ્ધ ક્રમ યોજી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ને વર્તમાન ગુજરાતી, એવા પાંચ પ્રસ્તાવ નક્કી કર્યા. પોતે સંસ્કૃતના સમર્થ વિદ્વાન હોવા છતાં તેમણે ગુજરાતી જેવી દેશી ભાષાને આમ ઐતિહાસિક ને ગૌરવવંતું સ્થાન અપાવ્યું. હાલ ગુજરાતી ભાષાશાસ્ત્ર તેના વિખ્યાત વિશારદોના હાથે ખૂબ પ્રગતિ સાધી શક્યું છે, પણ તેની વર્તમાન ઇમારત શાસ્ત્રીજીએ નાખેલા પાયાને જ આભારી છે, એ સત્ય હકીકત આજે પણ સર્વસ્વીકાર્ય છે.

બાકીની પ્રસિદ્ધ કૃતિઓમાં ‘ધાતુસંગ્રહ’ —ઈંગ્રેજ વિદ્વાન ટેલરની સ્હાયથી લખાયેલો આ ગ્રંથ–શાસ્ત્રીજીના ભાષાશાસ્ત્ર- વિષયક સ્વાધ્યાયનું જ પરિપક્વ ફળ છે. તે ભાષાવતરણ સંબંધી વાચકને વિશેષ જ્ઞાન આપે છે, અને ભાષાશાસ્ત્રના અભ્યાસને વધુ સરળ અને રસપ્રદ બનાવે છે. ‘વૈશેષિક તસાર’ સ્વામી દયાનંદની પ્રેરણાથી લખાયેલો ને તર્કની ઉપયોગિતા સિદ્ધ કરનારો એક શાસ્ત્રીય ગ્રંથ છે. પદાર્થનું જ્ઞાન એ આ પુસ્તકનું