પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
સાહિત્યને ઓવારેથી
 


‘જો’ ને ‘તો’ની કલ્પના આજે નિરર્થક છે. તેનાં વર્તમાન કાવ્યો ઉપરથી જ જો આપણે યોગ્ય અભિપ્રાય આપીએ તો એટલું તો કહેવું જ પડશે કે કલાપી કવિ કરતાં સ્નેહી વધારે છે, સર્વાનુભવરસિક કરતાં સ્વાનુભવરસિક વધારે છે, કામી કરતાં શૃંગારી વધારે છે, સંસારી કરતાં સાધુ વધારે છે, રાજવી કરતાં વૈરાગી વધારે છે, વ્યાવહારિક કરતાં ભાવનાશીલ વધારે છે, ને શૂરવીર કરતાં રોનાર વધારે છે. મધુર કેકા ટહુકતા એ કલાપીને, યુવાન રાજવી–કવિને સાહિત્યપ્રિય અને રસિક જનનાં નમ્ર વંદના હો–વંદન હો !