પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
સાહિત્યને ઓવારેથી
 


જાય ને ઉવેખાય તેવા સાહિત્યને શું કરવાનું ? આવી સ્વતંત્ર વિચારણાએ ગુર્જરસાહિત્યને ધર્મના દાસત્વમાંથી છોડાવી તેને લૌકિક અને વધુ લોકભોગ્ય બનાવ્યું. આમ માનવજીવને અપાર્થિવતા ને લોકોત્તરતાને પદભ્રષ્ટ કરી સાહિત્યમાં પોતાનું ઉચિત સ્થાન પ્રાપ્ત કર્યું. માનવજીવનની સમષ્ટિમાંથી બનેલો ગુર્જર સમાજ ત્યારે કીડા જેવા દુષ્ટ રિવાજોથી (ઉદા. કજોડાં, બાળલગ્ન, વેશ્યાગમન વગેરે) ખદબદતો ને દુર્ગધ આપતો દેખાયો; અને રણછોડભાઈને આથી સામાજિક નાટકો, લખવાની પ્રેરણા મળી. તેમનામાં સમાજસુધારણાને આવશ્યક સક્રિય અનુકંપા હતી; અને નાટ્યરચનાને ઉચિત ઈશ્વરદત્ત સર્ગશક્તિ હતી. તેમના ‘જયકુમારી વિજય’ નામે નાટકના રચનાસમયનું– ઇ. સ. ૧૮૬૧નું–વાતાવરણ હતું.

પણ આ નાટક તેમણે સંસ્કૃત નાટકની ઢબે જ લખ્યું. નાન્દી, સૂત્રધાર, પ્રસ્તાવના ઈત્યાદિમાં તો સંસ્કૃત નાટકોને જ ‘જયકુમારી વિજય’ નાટક મુખ્યત્વે અનુસરે છે. “ભવાઈ ઉપર અભાવ ઉપજવાથી” અને “સામાન્ય સમજણવાળા લોક”ને નાટકના વિષયમાં પ્રવેશ કરાવવાના હેતુથી આ નાટક લખાયું છે, એમ લેખકે પોતે તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે.

આમાં પ્રેમની સ્વતંત્ર ભાવના મૂર્તિમંત બની નાયકનાયિકાને વિઘ્નોને મ્હાત કરવાનું બળ આપે છે, અને અંતે તે બંને લગ્ન કરીને સુખી થાય છે. આ નાટક તેની લોકપ્રિયતાને લીધે વર્ષો સુધી અનુકરણનો અને ઉપભોગનો વિષય બન્યું. તેનાથી લેખક કીર્તિમાન બન્યા અને રંગભૂમિ રમ્ય ગણાતી થઈ. સામાન્ય જનસમૂહ માટે જ નાટક રચાયેલું