પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ
૨૧૯
 


જન્માંતરે પણ આખરે તો સદાચરણીઓ જ સુખી થાય અને દુષ્ટ વિલય પામે. આ નિયમનું સમર્થન એક જ જન્મની કથા નિરૂપતું નાટક પણ કેમ ચૂકે ? બે ત્રણ જન્મોની કથા આલેખી આ નિયમનું આબાદ સમર્થન કરનાર બાણ જેવા કથાકાર બહુ વિરલ હોય. વાસ્તવિકતા ને સરળતા ખાતર પણ નાટકે એક જ જીવનના–જન્મના–પ્રસંગો આલેખી ઉપરના નિયમનું સમર્થન કર્યું, અને તે રીતે માનવીઓની દૈવી શ્રદ્ધાને દૃઢ કરી. આ બધાં કારણોને લીધે સંસ્કૃત નાટક કેવળ સુખાન્ત જ રહ્યું, ને કરુણાન્ત નાટકનો નવો પ્રકાર કાયમને માટે અણસર્જ્યો જ રહ્યો.

સંક્ષેપમાં, રણછોડભાઈએ નાટકને વિશુદ્ધ કરવા પ્રશસ્ય પ્રયત્નો આદર્યા. તેને તેમણે નીતિબોધક અને રોચક કર્યું, તથા સહેતુક ને સ્વતંત્ર બનાવ્યું. અશ્લીલતા અને ગ્રામ્યતા રંગભૂમિ ઉપરથી અદીઠ થતાં લાગ્યાં, ને પહેલાંનું મલિન વાતાવરણ ઉચ્ચ તત્ત્વોને માર્ગ આપતું થયું. વિકૃત લોકરુચિનો અનાદર કરવાની ને તેની સામે ઝઝૂમવાની રણછોડભાઈએ હિંમત દાખવી અને રંગભૂમિના ઉચ્ચ આદર્શો મૂર્ત કર્યા. તેના “ઉન્નતિસાધક અંશો” આગળ વિકૃત મનોદશા ને ભવાઈની બીભત્સતા પરવરતી લાગી. સુરુચિ ને સંસ્કાર અપથ્ય તત્ત્વોને દાબી દઇ લોકજીવનને ઉન્નત બનાવવા પ્રવૃત્ત થયાં. આમ ગુજરાતી નાટ્યસાહિત્યનો આરંભ હિંદુ સમાજમાં સુધારો કરવાની ભાવનાથી થયો અને રણછોડભાઈ તેમાં અગ્રેસર ગણાયા. પણ પાછળથી રણછોડભાઈને નાટક અને રંગભૂમિ વિષેના નિયમો અને આદર્શોની ઉપેક્ષા થઈ. નવાં નાટકો તેમનાં સામાજિક નાટકોનું આંધળું અનુકરણ કરી રણછોડભાઈના