પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી–જીવન

ર્ધી સદીથીએ અધિક સમય સુધી સરસ્વતીની સ્થિર અને સંગીન સેવા કરતાં કરતાં પૂજ્ય કેશવલાલભાઈએ કૈં કૈં અવલોક્યું છે અને કૈં કૈં અનુભવ્યું છે. અનેક દાયકાઓ સુધી સાહિત્યનાં તિલક કરતાં કરતાં તેમનાં ત્રેપન નહિ પણ પોણોસો વર્ષ આજ પસાર થયાં છે, અને સવ અંગ શિથિલ થયાં છે; પણ તેમનું મન એક યુવાન કરતાં ય મજબુત છે. સાહિત્યને જ સર્વસ્વ માનનાર અને શબ્દબ્રહ્મને જ સાચું બ્રહ્મ માનનાર દી. બ. કેશવલાલભાઈની અને નરસિંહરાવભાઈની વિશિષ્ટ ને વિદ્વત્તાયુક્ત સાહિત્યસેવાની યકિંચિત્‌ પણ કદર કરી ગુજરાતી સાહિત્યરસિક જનતાએ પોતાની ગુણજ્ઞતા દાખવી છે. આ પરિસ્થિતિમાં કેશવલાલભાઈ વિષે ગુરુ–અર્ધ્ય રૂપે હું કાંઈ પણ ના લખું તો કેવળ કર્તવ્યભ્રષ્ટ જ ગણાઉં, અને તેથી તેમના સાહિત્ય–જીવનનું ઘડતર આલેખવાનો મારો આ અલ્પ પ્રયાસ અસ્થાને નહિ ગણાય એમ આશા છે. લેખ વિશેષ લાંબો થઈ જાય તે ભયથી આજે તો આ ઘડતરને વિદ્યાર્થીજીવનની રેખાઓથી મર્યાદિત કરી બાકીનું વળી ભાવિ ઉપર જ મુલતવી રાખું છું.

આજથી પોણોસો વર્ષ ઉપરનાં સાહિત્યપોષક બળો અને સંયોગોનો સ્વલ્પ વિચાર કરવો તે આ પ્રસ્તુત વિષ્ય માટે આવશ્યક છે. ત્યારે ગુજરાતી સાહિત્ય આટલું યે વિસ્તીર્ણ કે સમૃદ્ધ ન્હોતું. સુસ્થાપિત થયેલા બ્રિટિશ અમલની છત્રછાયા નીચે તે અવનવાં તત્ત્વોથી પોષણ મેળવતું હતું. સાહિત્યનું આ વૃક્ષ તેની શૈશવ અવસ્થા વટાવી વિદ્વત્તા, વિવિધતા અને ગહનતાનાં અભિનવ પુષ્પોને પ્રદર્શિત કરતું, અને કોઈ મધુર ફળોની