પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યને ઓવારેથી
 


વખત તો એમજ લાગે કે સંશોધન એ તેમની વિદ્વત્તાનો અર્ક હશે; તે કવચિત્‌ એમ લાગે કે રસિકતા–રસાનુસારી ભાષાંતરોને લીધે–તે જ તેમના જીવનનું રહસ્ય હશે. તેમને તો શબ્દબ્રહ્મ એજ સાચું બ્રહ્મ હોઈ તીર્થયાત્રાની પણ બહુ ઈચ્છા થતી નથી. કદાચ જો તેઓ તીર્થયાત્રાએ જાય તોપણ મૂર્તિપૂજા કરતાં પણ તેમની નજર તો તાડપત્રો, શિલાલેખો, પ્રાચીન ઇતિહાસ કે લોકજીવન તરફ જ હોય.

અધ્યયનની આવી એકાગ્રતાએ કેશવલાલભાઈને ઉપર જણાવ્યું તેમ અનેક લાલચોમાંથી બચાવી લીધા. તેઓ અધ્યાપનકાર્ય માટે કચ્છના મહારાવના મમતાભર્યા આમંત્રણને વશ થઈ કચ્છ–ભુજ ગયા, પણ આ અધ્યાપક તે નિરંતર અધ્યાપક જ રહ્યા; અને કદીયે તેમણે શિક્ષકવૃત્તિને સાધન બનાવી રાજતંત્રના હોદ્દેદાર બનવા અન્યની માફક ઈચ્છા સરખી પણ ના કરી. આ જ ધેયથી પ્રેરાઈ તેમણે સુપાત્ર શ્રોતાવર્ગ મેળવવા લોકમતની પણ વિરુદ્ધ જઈને ઉગ્ર અસહકારના સમયમાં, સને ૧૯૨૧–૨૨ માં, ગુજરાત કોલેજમાં ગુજરાતીના પ્રોફેસરની પદવી સ્વીકારી. ઘણાને આમાં દેશદ્રોહની ગંધ આવી; પણ સરસ્વતી વિના બીજા બધાને ઉવેખનાર કેશવલાલભાઈ પોતાની દૃષ્ટિએ અધ્યાપન માટે મળેલી આ અણમોલ તક કાંઈ ગુમાવે ખરા ? તેવીજ નિમણુંક એલ્ફિન્સ્ટન કોલેજમાં સ્વ. નરસિંહરાવભાઈની પણ થયેલી. અંતે જ્યારે ‘નવજીવન’ના પાને આ બંને સાક્ષરોની શુભ નિશાની મહાત્માજીએ ખાતરી આપી ત્યારે જ તેમની વિરુદ્ધનો લોકમત કંઈક શાંત પડ્યો.

અધ્યાપક ધ્રુવમાં જેવી અભ્યાસની એકાગ્રતા છે, તેવી જ