પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ વિદ્યાર્થી–જીવન
૨૨૩
 

સાહિત્યસેવા દ્વારા કુટુંબના અને કુળના દીપક બનવા અનેક શરદોનો સામનો કરે છે.

ધ્રુવકુટુંબ મૂળ તો ગોધરામાં વસતું. પોતાની અટકને યથાર્થ ગૌરવની પરાકાષ્ટાએ પહોંચાડતા કેશવલાલભાઈના પ્રપિતામહ ભાઈચંદ તે વાડાશિનોરના દીવાન હતા. પણ ખટપટના કારણે ગોધરામાં વિષથી તેમનું મરણ થયું. તેથી પિતામહ મહતબરાય અસહાય અવસ્થામાં આવી પડ્યા. ગોધરામાં ધ્રુવ કુટુંબની ભાગતી હતી. વતન થોડું, અને તે વિશાળ કુટુંબ–વાડીમાં વહેંચાઈ જઈ બહુ થોડું બની જતું. આ સંયોગોમાં કુશળ અને કુનેહબાજ હર્ષદરાય પોતાના પિતા મહતબરાયને લઈ અમદાવાદ આવ્યા, રેવન્યુ ખાતામાં જોડાયા, સરકારી નોકરીથી કુટુંબ શોભા વધારી, અને નાગરડી મેળવવાને ગાગરડી ભરવા જેવા મુશ્કેલ સમયમાં પણ અમદાવાદી નાતીલાઓની નજરે પરદેશી લાગતા આ પાણીદાર સજ્જન પચ્ચીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમની દીક્ષા પામ્યા.

બાળક કેશવલાલ છએક વર્ષના થયા ત્યાં સુધી તો પિતાની સાથે તેમની નોકરીને અંગે વિરમગામ તથા ઓરપાડમાં રહે છે; અને મહેસુલી ખાતાના મોભાદાર મનાતા અમલદારના પુત્ર તરીકે અનેકનાં લાડ ને માન ભેગવે છે. તેવામાં જ થોડા સમય પછી પિતાની અમદાવાદમાં મામલતદાર તરીકે બદલી થાય છે, અને તેથી કેશવલાલ અને મોટાભાઈ હરિલાલને અમદાવાદમાં જ સ્થાયી અભ્યાસ કરવાની અનુકૂળતા મળે છે.

ત્યારે કાંઈ આજના જેવી સરકારી કે મ્યુનીસીપાલીટીની નિશાળો ન્હોતી. ભવિષ્યમાં અનેકને એમ. એ. ની પદવી પ્રાપ્ત