પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી-જીવન
૨૨૫
 


સ્થાપે છે. તેમાં કોઇક વાર મૌખિક ઈનામી હરિફાઈ પણ થાય છે. ક્વચિત્‌ કેશવલાલ પણ તેમાં શરમાળ વદને અને શ્રદ્ધારહિત હૃદયે ભાગ લે છે. સભા તરફથી નાટ્યપ્રયોગો પણ ભજવાતા. આવા પ્રસંગો આ પટુ વિદ્યાર્થીમાં નાટ્ય પ્રતિ અભિરુચિનાં બીજ વાવે છે, કે જે આગળ ઉપર પાંગરે ને પ્રફુલ્લે છે.

કાલક્રમે હરિલાલ નાનાભાઈને અનેકવિધ પ્રેરણા આપે છે: સંસ્કૃતના સ્વાધ્યાયમાં, ગુજરાતીના અભ્યાસમાં અને સંશોધનના કાર્યમાં મોટાભાઈના પ્રોત્સાહનથી કેશવલાલમાં આ બધા તરફ રુચિ થાય છે એટલું જ નહિ, પણ નાની પગલીઓએ કે વિરાટ ડગલે તે બધાં ક્ષેત્રોમાં વિચરવાને તેમને દૃઢ અભિલાષ સ્ફુરે છે.

તેવામાં, ઝળહળતી પ્રતિભાવાળા, અને વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા એક સંન્યાસી અમદાવાદને આંગણે પધારે છે. તેના મુખે વિદ્વત્તાની રેખાઓ છે, તેના ભાલે આત્મતેજ ઝગે છે, તેના દેહમાં કેસરીની ભયાનકતા છે; પણ તેના સકળ વ્યક્તિત્વમાં તો માર્દવ ને અમીથી રંગાયેલી સંન્યાસની જ ભાવનાઓ છે. સ્વામી દયાનંદનાં વિદ્વત્તાભર્યાં વ્યાખ્યાનો અનેકના હૃદયગઢ સર કરે છે; તેની સચોટ દલીલો અનેક અપથ્ય તત્ત્વોને દાબે છે. તેના શબ્દોમાં ક્વચિત્‌ જાદુ ઝરતું, ક્વચિત્‌ અમૃત રેલાતું, ને ક્વચિત્‌ સિંહગર્જના સંભળાતી. કુમાર કેશવલાલ પણ સ્વામીજીને સાંભળી મંત્રમુગ્ધ થાય છે, તેના હૃદયમાં તનમનાટ જાગે છે, ને તેના આત્માને નવું દર્શન લાધે છે. દેશભક્તિ, ધર્મ, વૈદિક સાહિત્ય અને સમાજસુધારા ઉપરનો આ સંન્યાસીનો વાણીપ્રવાહ શ્રોતાઓને તે તે વિષયમાં વિસ્મયવશ કરે છે. તેમને હદયસ્પર્શી વાગ્‌વિભવ સહૃદય જનોને તાક્યું તીર મારી કંઈને કઈ સેવા